ગયા વર્ષે જ લાલ કિલ્લા હિંસા કેસમા દીપ સીધું ની અટકાયત થી નામ ચર્ચાસ્પદ બન્યું હતું
અબ તક રાજકોટ
ફિલ્મ કલાકાર અને સામાજિક કાર્યકર તરીકે જાણીતા એવા દીપસીધું નું માનેસર પલવલ ધોરી માર્ગ પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજયું હતું,હરિયાણાના સોનીપત ખારાખોડા પોલીસ સ્ટેશનમાં આ બનાવ નોંધાયો હતો
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગયા વર્ષે ખેડૂત આંદોલનને લઈને લાલ કિલ્લા પર ફેલાયેલી હિંસા માં દીપ સીધું ની ધરપકડ કરવામાં આવી હતી. ખારાખોડા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર જશપાલ સીંઘ એ દીપ સીધુ નો ભોગ લેનાર અકસ્માતની વિગત આપતા જણાવ્યું હતું કે એસ.યુ વી મોટર, ટ્રક સાથે અથડાઈ પડી હતી.
દીપ સીધુ અને તેની સાથે મોટર માં મુસાફરી કરી રહેલી મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન દીપ સીધું ને મૃત્યુ પામેલ જાહેર કર્યા હતા
દીપ સીધું ને ૯ ફેબ્રુઆરી ૨૦૨૧ ના દિવસે પ્રજાસત્તાક પર્વ દરમિયાન ખેડૂતોની ટ્રેક્ટર રેલી અને હિંશા ને પગલે કસૂરવાર તરીકે પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યા હતા જામીન મંજૂર થાય ત્યાં સુધી દીપ સીધું એ બે મહિનાનો જેલવાસ ભોગવ્યો હતો ,સામાજિક કાર્યક ર અને અદાકાર તરીકે ની ઈમેજ ધરાવતા દીપ સિદ્ધુના આકસ્મિક મૃત્યુ ને લઈને પરિચિતો અને કલાજગતમાં શોક નું વાતાવરણ છવાયું હતું