શરીર માટે કૃત્રિમ ગળપણ કરતા ખજૂરનો ગોળ, ખજૂર, મધ અક્સિર
આર્ટિફિશિયલ સ્વીટનરએએક ઉત્પાદન છે જેનો ઉપયોગ ખોરાક અથવા પીણાંને મધુર બનાવવા માટે ખાંડના વિકલ્પ તરીકે થાય છે, પરંતુ તે કૃત્રિમ ઘટકોમાંથી બનાવવામાં આવે છે. લોકોમાં એક સામાન્ય માન્યતા છે કે, તેમાં કેલરી ઓછી અને ખાંડ ઓછી હોવાથી તે ખાંડ કરતાં વધુ સારી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે હાથ ધરાયેલા કેટલાક અભ્યાસો કહે છે કે કૃત્રિમ સ્વીટનરના વધુ પડતા વપરાશથી ઘણી શારીરિક અને ન્યુરોલોજીકલ સમસ્યાઓનું જોખમ વધી શકે છે. કૃત્રિમ ગળપણમાં એરિથરીટોલનો ઉપયોગ કરવાથી લોકોમાં મેદસ્વીતા અને હૃદય રોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે. એરિથરીટોલ પ્લેટલેટ્સ વધારે છે અને તેના પગલે ક્લોટ્સ થતા જોવા મળે છે. પરિણામે ધમનીઓમાં જે રક્ત વહેતુ હોઈ તેમાં જમાવડો થાઈ છે.
પરિણામે હૃદય, મગજના રોગ થતા હોય છે. કૃત્રિમ અને બિન-પૌષ્ટિક ગળપણ માત્ર પાચન, આંતરડાના બેક્ટેરિયા અને ભૂખને જ નહીં, પણ શરીરના વજન અને હૃદયની સ્થિતિ પર પણ નકારાત્મક અસર કરે છે. આ અભ્યાસ દરમિયાન, સંશોધકોએ કૃત્રિમ ગળપણના લાંબા ગાળાના ઉપયોગ અને વજનમાં વધારો અને સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના સંબંધિત જોખમ વચ્ચે જોડાણ શોધી કાઢ્યું.આરોગ્ય અને જીવનની ગુણવત્તા સુધારવા માટે, લોકોએ તેમના આહારમાંથી કુદરતી રીતે બનતી ખાંડ, મીઠું અથવા ચરબીનો ઉપયોગ દૂર કરીને અથવા ઘટાડીને કૃત્રિમ નોન-સુગર સ્વીટનર્સનો ઉપયોગ વધારવાનું શરૂ કર્યું હતું. તેમના સ્વાસ્થ્યને અસર કરે છે.
કૃત્રિમ ગળપણના ઉપયોગથી લોકોને લાગે છે કે તેમનું વજન કાબુમાં આવી શકે છે પરંતુ તે વાતમાં સહેજ પણ તથ્ય નથી ઊલટું તે શરીરને નુકસાન પણ પહોંચાડે છે. શરીર માટે યોગ્ય ગળપણ ની પણ એટલી જ જરૂરી છે કારણ કે ગળપણ અને ખાંડમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ હોવાથી તે ઉર્જા ઉત્પાદનમાં અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને પાચનક્રિયામાં પણ ખાંડ એટલે કે ગળપણ એક અક્ષર કાર્ય હાથ ધરે છે.
ખાંડનું સેવન કર્યા બાદ તે નાના આંતરડામાં તેનો સંગ્રહ થાય છે અને એન્ઝાઈમ રૂપે જે ખરાબ પદાર્થો છે તેની સામે લડે છે એટલું જ નહીં ખાંડનો ઉપયોગ થી લીવરને મજબૂત બનાવવા માટે ગ્લુકોઝનું પ્રમાણ ગ્લાયકોજનના રૂપમાં પણ મળતું રહે છે જે માનવ શરીર માટે અત્યંત ઉપયોગી છે. એ તબીબોનું એ પણ માનવું છે કે ખાંડનું અતિરેક કરવાથી ટાઈપ ટુ ડાયાબિટીસ નો શિકાર પણ લોકો બનતા હોય છે. પ્રતિ દિવસ 37.50 ગ્રામ અથવા તો નવ ચમચી પુરુષોએ ખાંડનું સેવન કરવું જોઈએ જ્યારે મહિલાઓએ 25 ગ્રામ અથવા તો છ ચમચી ખંડનુંસેવન કરવું જોઈએ.
ખજૂરના ગોળ: ખાંડ અને કૃત્રિમ ગળપણની અવેજીમાં લોકો જો ખજૂરના ગોળનૂ સેવન કરે તો બી કોમ્પ્લેક્સ વિટામીનમાં વધારો થાય છે. એટલુંજ નહીં લોહ તત્વ, પોટેશિયમ, અને મેગ્નિસિયમમાં વધારો થાય છે. માત્ર શરીરમાં મેદસ્વીતા જ નહીં પરંતુ ઉર્જાનો સંચાર પણ વધે છે. એક ચમચી ખજૂર ગોળનું સેવન કરવાથી વિટામિન બી12માં 133 ટકાનો વધારો થાય છે, વિટામિન બી6માં 222 ટકા અને વિટામિન બી1માં 665 ટકાનો વધારો થાઈ છે.
મધ: આદિ અનાદિક આરતી ખાંડની અવેજી ને મદદ પુરી કરે છે અને મધ અંગે લોકો ખરા અર્થમાં જાગૃત પણ એટલા જ છે ત્યારે સમયાંતરે મધનો ઉપયોગ ખાદ્ય ખોરાકમાં કરવામાં આવે તો લોકોનું સ્વાસ્થ્ય સહેજ પણ જોખમાતુ નથી. મધ આંતરિક શરીરને શુદ્ધ કરવામાં પણ અકસીર માનવામાં આવે છે. એન્ટીઓક્સિડેન્ટનું પ્રમાણ હોવાથી અને વિટામિન બી હોવાના પગલે મધ ચામાં ઉપયોગમાં લેવામાં આવે છે.
ખજૂર: લોકો પોતાના ડાયટમાં જો ખજૂરનો ઉપયોગ કરે તો તે એન્ટિઓક્સિડન્ટ તરીકે ખૂબ ઓક્સીજન અને ઉપયોગી નીવડે છે એટલું જ નહીં ખજૂરમાં પોટેશિયમનું પ્રમાણ સૌથી વધુ હોવાથી તે ખાંડનો વિકલ્પ તરીકે પણ માનવામાં આવે છે. ખજૂરમાં ફ્રુકટોસનું પ્રમાણ જોવા મળે છે. હે સૌથી ઓછા પ્રમાણમાં પ્રોસેસ કરવામાં આવે છે અને વિવિધ ન્યુટ્રીશન થી પણ ખજૂર ભરપૂર હોવાથી લોકોના સ્વાસ્થ્ય માટે એટલું જ ઉપયોગી નીવડે છે.
કૃત્રિમ ગળપણથી થતી નુકસાની
- મેટાબોલિક સ્વાસ્થ્યને અસર કરે છે. ઘણી વખત ઓછી કેલરી હોવાને કારણે લોકો તેનું વધુ સેવન કરવાનું શરૂ કરી દે છે, આવી સ્થિતિમાં વજન ઘટાડવાને બદલે તેઓ તેને વધારવાનું કારણ બની શકે છે.
- તેમના વધુ પડતા સેવનથી ઇન્સ્યુલિન હોર્મોન પ્રભાવિત થાય છે.
- વધુ પડતા સેવનથી ન્યુરોલોજીકલ સમસ્યાઓ અને કિડનીના ક્રોનિક રોગોનું જોખમ પણ વધી શકે છે.
- આળસ, વ્યસન, યાદશક્તિમાં ઘટાડો, એકાગ્રતાનો અભાવ થાય છે.ચામડી પર અસર જોવા મળે છે.
- સ્ટ્રેસ એટલે તણાવમાં પણ વધારો થાય છે.