ડાયેટ કોલડ્રિન્ક અને સુગરફ્રી શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે !!!
માનવ સ્વાસ્થ્ય માટે ગળપણ કરતાં કૃત્રિમ ગળપણ અત્યંત હાનિકારક છે. જે લોકો ડાયાબિટીસ અથવા તો મેદસ્વિતા ના રોગથી પીડાતા હોય તેઓએ સાવચેત થવું જરૂરી છે કારણ કે જો તેવું કૃત્રિમ ગળપણનું સેવન કરતા હોય તો તેઓને હાર્ટએટેક અને સ્ટ્રોક આવી શકે છે જે સર્વેમાં બહાર આવ્યું છે. હાલ બજારમાં ડાયટ કોલ્ડ્રિંક્સ અને સુગર ફ્રી ચીજ વસ્તુઓ ઘણી વેચાઈ રહી છે પરંતુ લોકોને તેની સહેજ પણ ગંભીરતાનો ખ્યાલ નથી કે આ ચીજ વસ્તુઓ શરીર માટે કેટલી જોખમી અને ખતરનાક છે. ક્લિવલેન્ડ કલનીક દ્વારા જે સર્વે હાથ ધરવામાં આવ્યો તેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી કે કૃત્રિમ ગળપણ નું સેવા શરીર માટે અત્યંત હાનિકારક છે અને આ ચીજ વસ્તુઓ ભારત અને વિદેશમાં ખૂબ મોટા પ્રમાણમાં મળી રહી છે.
સર્વેમાં એ વાતનો પણ અંદાજો લગાવવામાં આવ્યો કે લાંબા સમય સુધી જો કોઈ કૃત્રિમ ગળપણ નો ઉપયોગ અથવા તો તેનું સેવન કોઈ પણ રૂપમાં કરવામાં આવતું હોય તો તે હૃદય હુમલો નોતરે છે અને સ્ટ્રોક પણ આવી શકે છે કારણ કે આ તમામ ચીજ વસ્તુઓના સેવનથી મગજમાં પ્લોટ થવાની શક્યતા પ્રબળ બની જતી હોય છે અને કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીનું પ્રમાણ પણ દિન પ્રતિદિન વધતું રહે છે.
પણ લોકોને એ વાતનો અંદાજો નથી કે તે કઈ ચીજ વસ્તુઓનું સેવન કરી રહ્યા છે કારણ કે ડાયાબિટીસ અને બીપીથી પીડાતા લોકોએ પોતાનો ડાયટ હેબિટ ખૂબ સરળ રાખવી જરૂરી છે તો જ તેઓ સ્વાસ્થ્ય પૂર્ણ જીવન જીવી શકે છે સામે લોકોની લાઈફ સ્ટાઇલમાં જે બદલાવ થતો જોવા મળે છે તે પણ આ તમામ રોગોનું કારણ છે. તબીબોના જણાવ્યા અનુસાર જે કૃત્રિમ ગળપણ વાળી કોઈપણ ચીજ વસ્તુઓ હોય તેનું સેવન સામાન્ય વ્યક્તિએ પણ ન કરવું જોઈએ