નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર દ્વારા રામકૃષ્ણ સાર્વજનિક ટ્રસ્ટ ભાયાવદરના સૌજન્યથી પટેલ સેવા સમાજ ભાયાવદરમાં રવિવારના રોજ કૃત્રિમ અંગ ફીટીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના વિસ્તારના ૩૨ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
તમામ લાભાર્થીઓને નિ:શુલ્ક જ‚રીયાત મુજબ કૃત્રિમ અંગ ફીટીંગ કરી આપવામાં આવ્યા. રામકૃષ્ણ ટ્રસ્ટના પ્રમુખ ડો.એ.જી.પટેલ અને ટ્રસ્ટી મનીષભાઈ જાવીયાએ કેમ્પમાં હાજર રહી લાભાર્થીઓને ખાસ પ્રોત્સાહન પુરુ પાડયું. સેવાભાવી કાર્યકરો નરેશભાઈ માકડિયા, પ્રવિણભાઈ ઝાલાવડિયા, મુકેશભાઈ ઝાલાવડિયાએ પોતાની સેવાઓ આપી. નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરવતી રાજકોટ ઓફિસના ઈન્ચાર્જ તરૂણભાઈ નાગદા, હરિપ્રસાદ લટ્ટા, ડો.ભૂમિ પટેલ, ડો.વિધી પટેલ, લોગર પટેલ તથા દામજીભાઈએ તમામ લાભાર્થીઓને કૃત્રિમ અંગ ફીટીંગ કરી આપ્યા. આ સમગ્ર કેમ્પનું સંચાલન રામકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટી મનિષભાઈ જાવીયાએ કર્યું.