ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનીસ ક્લબ એસોસિએશનનો નવતર પ્રયોગ : ખેલાડીઓના દરેક ડેટાનું મૂલ્યાંકન કરશે.
હાલ વિશ્વ ટેકનોલોજીથી હરણફાળ ભરી રહ્યું છે ત્યારે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના યુગમાં દરેક ક્ષેત્રમાં ઉન્નતિ અને વિકાસ જોવા મળ્યો છે. હાલ વિમબલડન ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે તેમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે બાજી મારી છે. આ વર્ષે આયોજિત વિમ્બલડનમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કોમેન્ટ્રી કરવામાં આવશે જે તેની ઇતિહાસમાં પ્રથમ ઘટના સાબિત થશે.
ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનીસ ક્લબ એસોસિએશન દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કોમેન્ટ્રી આપવા માટેનો નિર્ણય કર્યો છે. વિમ્બલડન્ટ તેની ઓફિશિયલ એપ્લિકેશન અને વેબસાઈટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરી ઓડિયો અને ટેક્સ્ટ કોમેન્ટ્રી આપશે. આઈબીએમ દ્વારા બનાવવામાં આવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મમાં ટેનિસ બોલ અંગેના ડેટા ખેલાડીઓ ના લોકેશન તથા તેમના દ્વારા કયો શોટ રમવામાં આવ્યો છે તે અંગે માહિતી પૂરી પાડશે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા મેચની સંપૂર્ણ કોમેન્ટ્રી મેચ બાદ તેની એપ્લિકેશનમાં મૂકવામાં આવશે. આ પૂર્વે અમેરિકામાં શરૂ થયેલી માસ્ટર ગોલ ટુર્નામેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં જે વપરાશ કરતા હોય આ સેવાનો ઉપયોગ નો લાભ લેવો હોય તો તેઓ લઈ શકશે અને ગ્રાઉન્ડ ઉપર આવતો નેચરલ વોઇસ ને જ તેઓ સાંભળી શકશે.