બેંગલોર, પીલાની અને ગોવાના ખગોળશાસ્ત્રી દ્વારા અન્ય ગ્રહો પર રહેવાની શક્યતા શોધશે
અબતક, નવીદિલ્હી
કોઈ ગીતકારે ખુબ જ સરસ ગીત નું નિર્માણ કર્યું છે જેમાં કહેવામાં આવ્યું કે, ચલો દિલદાર ચલો …ચાંદ કે પાર ચલો !!! ગીતની કડી ઘણું બધું કરી આપે છે કે માણસ જો કલ્પના કરે તો જ તેનો વિકાસ શક્ય બને ત્યારે દરેક લોકોમાં જિજ્ઞાસા વૃત્તિ હોવી ખૂબ જ જરૂરી છે. આ સ્થિતિને ધ્યાને લઇ રાજકોટના ધારાશાસ્ત્રી દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરી પરગ્રહ પણ રહેવાની શક્યતા શોધી કાઢી છે. અત્યાર સુધી અનેક વખત આ અંગે ગંભીર ચર્ચા અને વિચારણા પણ કરવામાં આવતી હતી કે પરગ્રહ પર રહેવું કેટલા અંતરે શક્ય છે પરંતુ બેંગલોર, પીલાની અને ગોઆના ધારાશાસ્ત્રી દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરી એક એવી પદ્ધતિ નું નિર્માણ કર્યું છે જેમાં પર ગ્રહ પર જીવન શક્ય કેટલાં છે તે અંગેની વિગતો મળી શકશે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે જે રીતે અંતરિક્ષમાં જે વિવિધ ગ્રહો છે તે ખૂબ જ મોટી સંખ્યામાં છે અને તારા મંડળોની સંખ્યા કરતાં પણ વધુ છે માત્ર જરૂરી એ છે કે આ તમામ ચીજવસ્તુઓ પર જો યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આવે તો પરગ્રહ પથ કેટલું જીવન શક્ય છે તે અંગેની સંપૂર્ણ યોગ્ય માહિતી મળી શકે. આંકડાકીય માહિતી મુજબ હાલ પાંચ હજાર જેટલા ગ્રહો કે જ્યાં જીવન શક્ય હોઈ શકે તેવા ગ્રહો શોધી કાઢવામાં આવ્યા છે જે પૈકી 60 એવા ગ્રહો છે કે જેમાં જીવન સંપૂર્ણ રીતે શક્ય છે. આ તમામ જે નિર્ધારિત થયેલ આ ગ્રહો છે તેમાં જીવન હોવાનું શોધી કાઢવા માટે નોવેલ એનોમેલી ડિટેકશન મેથડ અને અમલી બનાવવામાં આવી છે જે પૈકી કયા પર જીવન શક્ય છે તે અંગેની માહિતી મળી રહેશે.
અગનવંટોળના પગલે 40 સેટેલાઈટ ભ્રમણકક્ષાની બહાર ફેંકાયા
અંતરિક્ષમાં ઘણી એવી ભૌગોલિક ઘટનાઓ ઘટતી હોય છે જેનું તારણ કાઢવું ખૂબ જ મુશ્કેલ છે ત્યારે ગગન વંટોળઆના પગલે પૃથ્વીની ભ્રમણકક્ષામાં જે 49 જેટલી નાના સેટેલાઈટ જે ફરતી હતી તે પૈકી 40 સેટેલાઈટ ભ્રમણકક્ષાની બહાર ફેંકાઇ ગઇ છે. ત્યારે વાસ્તવિકતા એ પણ છે કે એક તરફ પરગ્રહ પર જીવનની શક્યતા પણ જોવામાં આવી રહી છે અને ઘણા એવા લોકો અલગ રહેવા માટેનો વિશ્વાસ પણ દાખવતા હોય છે તો સામે આ પ્રકારની ઘટના ઘટતા ઘણા પ્રશ્નો પણ ઊભા થતાં નજરે પડે છે. જે 40 સેટેલાઈટ રમણ કક્ષાની બહાર ફેંકાઇ ગઇ તેને યોગ્ય સ્થાને રાખવા વૈજ્ઞાનિકોએ ઘણી મહેનત કરી હતી પરંતુ જે વાતાવરણ ઊભું થયું હતું અને જે અગનગોળા ઝડપી બંધાયો હતો તેના કારણે વૈજ્ઞાનિકો તે ભ્રમણકક્ષામાં રાખવા માટે નિષ્ફળ નિવડ્યા હતા.