એ સમય દુર નથી જયારે સુપરબ્રેઈનથી તમારા વિચારો, યાદશકિત અને મનના તરંગોનું મોનીટરીંગ થઈ શકશે

ભવિષ્યમાં મનુષ્યના મગજ કલાઉડ નેટવર્ક સાથે કનેકટ થઈ શકશે

મહત્વના ડિજિટલ ડેટાને સાચવવા માટે મનુષ્યએ કલાઉડ કમ્પ્યુટીંગ નેટવર્ક બનાવ્યા આજે દરેક વસ્તુઓ ડિજિટલ બની રહી છે અને મનુષ્ય પોતાના મગજનો વપરાશ પણ ઓછો કરી રહ્યા છે. હવે એ સમય દુર નથી જયારે મનુષ્યનું મગજ પણ કમ્પ્યુટરનાં સ્ટોરેજ કલાઉડ નેટવર્ક સાથે જોડાઈ શકશે. જેથી આપણે એક વિષય વિશે વિચારીને મેટ્રિકસ શૈલી સુધી પહોંચી શકશું.

ફ્રંટીયર્સ ઈન ન્યુરોસાયન્સની જર્નલમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર નેનો ટેકનોલોજી, નેનો મેડિસીન અને આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સીના માધ્યમથી મગજ અને કલાઉડ નેટવર્કને જોડી શકાશે. આ કોન્સેપ્ટ લાવનારા સંશોધક રાય કુર્ઝ વેઈલે જણાવ્યું હતું કે, મનુષ્યના મગજમાં નીયોકોર્ટીકસ હોય છે. આ ઉપકરણો માનવ વસ્ત્રોને નેવિગેટ કરશે. રકત-મગજ અવરોધોને પાર કરશે અને મગજ કોશિકાઓ વચ્ચે પણ સ્વયં સંચાલિત થશે. ત્યારબાદ તે વાયરલેસ આધારીત સુપર કોમ્પ્યુટર નેટવર્કથી વાસ્તવિક સમયના મગજ અને તેના વિસ્તારનું મોનીટરીંગ કરશે અને આમ કોટેકસની મદદથી મગજમાં માહિતી ઉતારી શકાશે.

આ પ્રકારે યાદશકિત અને વિચારશકિત મજબુત બનાવી શકાશે અને આમ ભવિષ્યમાં વૈશ્ર્વિક સુપર બ્રેઈનનું નિર્માણ થઈ શકે છે. ભવિષ્યમાં મગજ અને આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સીનું સમન્વય થઈ શકે છે. જેવી રીતે કોમ્પ્યુટરના ડેટાને સ્ટોર કરી શકાય તેમ મગજના ડેટા શેર કરવા માટે બ્રેઈન ડોટનેટ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેના દ્વારા કલાઉડના માધ્યમથી મોકલાયેલી માહિતી માણસના મગજમાં મોકલાઈ હતી. આ તમામ પ્રક્રિયા ઈલેકટ્રીકલ સિગ્નલના માધ્યમથી કામ કરે છે. જેમાં મનુષ્યની ખોપડી અને મેગ્નેટીક એનર્જી મહત્વની ભૂમિકા ભજવે છે અને આમ ભવિષ્યમાં સુપરબ્રેઈન પણ બની શકે છે જે વિચાર અને યાદશકિતને મજબુત બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.