એલોન મસ્કે બે દિવસીય યુકે એઆઈ સેફટી સમિટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે ચિંતા વ્યક્ત કરી છે.  એઆઈ સમિટમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથેના ઇન્ટરવ્યૂમાં મસ્કે કહ્યું કે એઆઈ નવેસરથી નિયંત્રિત કરવાની જરૂર છે. જો આ માટે નવા કાયદા બનાવવાની જરૂર હોય તો તે પણ બનાવવા જોઈએ.  તેમણે કહ્યું કે એઆઈને નિયંત્રિત કરવું થોડું મુશ્કેલ હશે અને ટેક કંપનીઓને પણ તેની સામે વાંધો હોઈ શકે છે પરંતુ તે જરૂરી છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે દુનિયાભરના ઉધમીઓને એઆઈ બેકાર બનાવી દેશે.

એઆઈ સૌથી વિનાશક : એઆઈને નિયંત્રિત કરવું મુશ્કેલ, જરૂર પડ્યે નવા કાયદા પણ લાવવા જોઈએ : યુકેમાં આયોજિત એઆઈ સેફટી સમિટમાં ઋષિ સુનક અને એલન મસ્ક વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત

એલોન મસ્કે પીએમ ઋષિ સુનક સાથે વાતચીતમાં એઆઈના જોખમો વિશે વાત કરી હતી.  આ દરમિયાન તેની ભાવિ અસરો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.  એલોન મસ્કએ એઆઈ દ્વારા બનાવટી માહિતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. એલોન મસ્કએ કહ્યું, એઆઈ ઇતિહાસમાં સૌથી ખતરનાક બળ સાબિત થશે અને એઆઈના રૂપમાં આપણી પાસે કંઈક એવું હશે જે સૌથી હોશિયાર માનવી કરતાં પણ વધુ સ્માર્ટ હશે.  એક સમય એવો આવશે જ્યારે નોકરીની જરૂર નહીં રહે. એઆઈ સમિટમાં ભારત અને ચીન સહિત 28 દેશોએ આંતરરાષ્ટ્રીય ઘોષણાપત્ર પર પણ હસ્તાક્ષર કર્યા છે.  આ કોન્ફરન્સ એઆઈ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.  આ કોન્ફરન્સમાં તમામ દેશોએ એઆઈ અંગે ચિંતા વ્યક્ત કરી છે કે તે માનવીના અસ્તિત્વ માટે ખતરો બની શકે છે.

એઆઈ માનવીય બુદ્ધિમત્તાથી પણ આગળ નીકળી જશે

મસ્કે કહ્યું, ‘હું લાંબા સમયથી ટેક્નોલોજી સાથે જોડાયેલો છું.  તેથી હું એઆઈ આવતા જોઈ રહ્યો હતો, પરંતુ આ તે વર્ષ છે જેમાં ઘણી સફળતાઓ હતી.  ઉદાહરણ તરીકે, તમે એઆઈનો ઉપયોગ કરીને તમારો વીડિયો બનાવી શકો છો. તે પછી અમે ચેટ જીપીટી 1, જીપીટી 2, જીપીટી 3 અને જીપીટી 4 જોઈ.  સ્થિતિ ક્યાં જઈ રહી છે તે જોવાનું મારા માટે સરળ હતું.  જો તે આ રીતે વધતું રહેશે, તો એઆઈ માનવ બુદ્ધિથી ઘણું આગળ જશે.

એઆઈ સલામતી માટે ચિંતાનો વિષય છે

એઆઈ સંબંધિત ચિંતાઓ પર, મસ્કએ કહ્યું, મને લાગે છે કે એઆઈમાં સલામતીની ચિંતાઓ છે, ખાસ કરીને હ્યુમનૉઇડ રોબોટ્સ સાથે.  કાર તમને દરેક જગ્યાએ અનુસરી શકતી નથી, પરંતુ જ્યારે એઆઈને હ્યુમનૉઇડ રોબોટ સાથે જોડવામાં આવે છે, ત્યારે તે તમને દરેક જગ્યાએ અનુસરવામાં સક્ષમ હશે.

એઆઈ એક સારો મિત્ર પણ હશે

એઆઈ ના અપેક્ષિત ફાયદાઓ વિશે વાત કરતા, મસ્કએ કહ્યું, મારા એક પુત્રને મિત્રો બનાવવામાં મુશ્કેલી છે અને એઆઈતેના માટે સારો મિત્ર સાબિત થશે. મસ્કે કહ્યું કે નોકરી ગુમાવવી એ ખરાબ બાબત નથી.  કેટલીક નોકરીઓ અસુવિધાજનક, જોખમી અને કંટાળાજનક હોય છે.  તે કામો કરવામાં કોમ્પ્યુટરને કોઈ તકલીફ નહીં પડે. તેને અંતમાં કહ્યું કે રસોઈ કરવાની  મજા છે, પણ વાસણો ધોવામાં નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.