ઓરિસ્સાના નવપાળા જિલ્લાના ખેરીયાર ગામમાં દેશના એક છેવાડાના ખુણે ડો.નિવેદિતા પ્રમાણીક તેમની 110 બેડની હોસ્પિટલમાં પછાત વિસ્તારમાં કોરોનાની સારવારમાં કામે લાગ્યા હતા ત્યારે સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર હતો અને હવે શું થશે ? શું કરવું ? અને આ પરિસ્થિતિને કેમ પહોંચી વળવું? તેવા પ્રશ્ર્નો નિરૂતર હતા ત્યારે એકમાત્ર પ્રમાણિક જ નહીં પરંતુ દેશના સેંકડો ડોકટરો અને હજ્જારો હોસ્પિટલોમાં કોરોના સામેની જંગમાં કાચા સાધનો અને મર્યાદિત દવાઓ સાથે ઓક્સિજનની અછત અને વેન્ટિલેટરની મોકાણ વચ્ચે દર્દીઓને સાજા કરવાની જહેમત ઉઠાવાતી હતી.
જેમાં ઘણી અછત વચ્ચે એક વસ્તુ તો ક્યારેય ચર્ચામાં તો આવતી જ નહોતી કે ખાટલે મોટી ખોટ હોય તેમ મોટાભાગના દવાખાનાઓમાં રેડિયોલોજીસ્ટ જ નહોતા, રેડિયોલોજીસ્ટ વગર એક્સ-રેનું નિદાન કેવી રીતે થાય. ડો.નિવેદિતા પ્રમાણીકની ઓરિસ્સાની હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટના વિકલ્પમાં એક સાધન બનાવ્યું.
ક્યુએક્સઆર નામના આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ ટુલ્સ નામની આ ઉપકરણમાં કોવિડના દર્દીઓના ચેસ્ટ સ્કેન અને એક્સ-રેમાં ફેફસાના નિચેના ભાગે રહેતા કોરોનાના જમ્સને ઓળખી તેનો રિપોર્ટ આપતું હતું. ઓરિસ્સાનું આ આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ ટુલ્સ જેવું દર્દીઓની ભીડ વચ્ચેથી કોરોનાના સંક્રમીત દર્દીઓને પારખવાનું સરળ બનાવી રહ્યું છે.
આ ચમત્કારનો એક જ જવાબ છે કે, ટેકનોલોજી શું ન કરી શકે, ડો.નિવેદિતા પ્રમાણીકને સમયનો તકાજો સમજાયો. કોરોનાની પરિસ્થિતિમાં જ્યારે દર્દીની ચકાસણી અને રિપોર્ટની રાહ જોવાનો સમય ન હોય ત્યારે સ્કેન એક્સ-રેથી સેક્ધડના છઠ્ઠા ભાગમાં ફેંફસાની અંદર રહેલા નીચેના ભાગમાં કોવિડના જમ્સને તે પ્રિન્ટ ઉપર લાવીને કોરોના નેગેટિવ-પોઝિટિવનો રિપોર્ટ આપી શકે છે. 35 વર્ષીય દર્દી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ સાથે આવ્યો અને તેનું ઓક્સિજન લેવલ 98 હતું. બીજા દિવસે ઓક્સિજન ઘટી 95 થઈ ગયું ત્યારે આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ ટુલ્સમાં તેની છાતીનો એક્સ-રે લઈ ગણતરીની મીનીટોમાં જ ક્યુએકસઆરના ડાયગ્નોસીસ રિપોર્ટ આવી ગયો.
કોરોનાની દર્દીઓ માટે આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ ટુલ્સ મશીન બનાવનાર ફિઝીશ્યન પૂજા રાવ કે જેમણે જર્મનીમાં પીએચડી ર્ક્યું છે. તેમણે ટીબી અને ફેફસાના રોગ માટેની સ્ક્રીનીંગની લેટેસ્ટ ટેકનોલોજી બનાવી હતી. હવે તેમણે કોવિડ-19ના દર્દીઓને સારવાર માટે આ પદ્ધતિ વિકસાવી છે. છાતીના એક્સ-રેની તસ્વીરો લઈને તેનું પૃથકરણ કરી તાત્કાલીક ધોરણે સંક્રમીત દર્દીઓને અલગ તારવવાની ઝડપી પ્રક્રિયાથી અનિશ્ર્ચિત અને અનિયમીત કક્ષાના દર્દીઓને જલ્દીથી ઓળખી શકાય છે.
કોવિડના દર્દીઓને સારવાર માટે જે ઝડપથી નિદાન કરવાની જરૂર છે તે આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ ટુલ્સમાં સરળતાથી થાય છે. ફેંફસાના સ્કેનીંગમાં ફેંફસાના નિચેના ભાગનું પૃથકરણ કરી કોવિડ કે ટીબીના જમ્સની હાજરીનો રિપોર્ટ જલ્દીથી આપી દે છે. આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ ટુલ્સ રેડિયોલોજીસ્ટની જગ્યાએ કામ કરે છે. ઓરિસ્સાના છેવાડાના વિસ્તારોમાં એક તરફ મહામારીનો કાળોકહેર વર્તાતો હતો ત્યારે એવા સંજોગોમાં ડો.નિવેદિતા પ્રમાણીક દ્વારા ક્યુએકસઆરની મદદથી દર્દીઓનું ઝડપી નિદાન પદ્ધતિથી અનેક લોકોના જીવ બચાવવામાં સફળ રહ્યું છે.
ક્યુએકસઆર કેવી રીતે કામ કરે છે
દર્દીઓનું નિદાન કરીને છાતીની તપાસ કર્યા બાદ એક્સ-રે પાડવામાં આવે છે. આ એક્સ-રેને ટેકનોલોજીની મદદથી પૃથકરણ કરીને કોવિડ કે ટીબીના જમ્સની હાજરી હોય તો તેને અલગ તારવે છે. ત્યારબાદ ક્યુ ટ્રેક ઉપર મોબાઈલ અથવા તો ટી-ટ્રેક વેબના માધ્યમથી ફરીથી તેની ચકાસણી થાય છે. રોગના લક્ષણો જોઈ રેપીડ એન્ટીજન અને એન્ટીબોડી ટેસ્ટ તાત્કાલીક કરવાની હિમાયત કરે છે અને સંક્રમીત દર્દીને અલગ રાખવા કે તેના નમુના આરટીપીસીઆર કરાવવામાં આવે છે. ક્યુએકસઆરની આ ઝડપી પ્રક્રિયાથી દર્દીમાં કોરોના વાયરસ છે કે કેમ ? તેની તાત્કાલીક ખબર પડે છે અને ત્યારબાદ તેની સારવારનો માર્ગ મોકળો બને છે.