સ્ક્રિપ્ટ રાઇટર સહિત ડાયલોગ, સાઉન્ડ આપનાર લોકો માટે સાબિત થઈ શકે છે ‘ખતરે કી ઘંટી’ !!!
ટેકનોલોજી ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નું વર્ચસ્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે મોટી ટેકનોલોજી કંપની ધરાવતી પેઢીઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં કરતી જોવા મળે છે અને સરળ કામગીરી માટે આ એક અત્યંત ઉપયોગી વિકલ્પ તરીકે પણ સાબિત થયો છે. માઈક્રોસોફ્ટ ની સાથોસાથ ગૂગલ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતું ચેટબોટ પણ લોકોની સેવા માં મૂક્યું છે જેનાથી ઘણા ખરા પ્રશ્નોનું ત્વરિત નિવારણ પણ આવ્યું છે. ત્યારે ગેમિંગ દુનિયા માં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોતાનો પગ પેસારો કરી રહ્યું છે અને સામે સ્ક્રીપટ રાઇટર, સાઉન્ડ અને ડાયલોગ આપનાર લોકો રોજગારીને ઘણી ખરીઅસર જોવા મળે તો નવાઈ નહીં.
ઘણી ગેમ નું નિર્માણ કરનાર ડેવલોપરોનું માનવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરવાથી જે સમયમાં બચત થવી જોઈએ તે થઈ શકતી નથી અને ઊલટું સમયમાં વધારો થાય છે. તેઓનું માનવું છે કે હજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન પ્રાથમિક તબક્કામાં જ આગળ વધી રહ્યું છે ત્યારે વધુને વધુ અનુભવ અને જ્યારે આ અંગે સ્થિરતા આવે તો જ ગેમ ક્ષેત્રે તેનો ઉપયોગ સહજ અને સરળતાથી થઈ શકે છે. તો હાલ જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર મદાર રાખવામાં આવ્યો છે તેનાથી ઘણી રોજગારીને માઠી અસર પડે તો નવાઈ નહીં.
એક એ પણ ડર છે કે જે કુશળ કર્મચારીઓ છે તેની રોજગારીને પણ અસર પહોંચશે. ગેમમાં કોડ નો સૌથી મહત્વ રહેતું હોય છે પરંતુ હાલ જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનાથી કોડરાઈટરોને અને ઘણી માંથી અસરનો સામનો કરવો પડશે.