માનવબુઘ્ધિ સામે કૃત્રિમ બુઘ્ધિ જીતી જશે ?
ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી ભાવિ પેઢીને બચાવવી પડશે: તેના ઉપયોગથી શિક્ષણ, આરોગ્ય અને માનવ જાતને ફાયદો થઇ શકે, પણ જોખમો વધારે છે. AI નો ઉપયોગ માત્ર બે માસમાં દશ કરોડનો આંક વટાવી ગયો છે, ત્યારે 2030માં શું સ્થિતિ હશે? વિશ્વની અગ્રણી ટેકનોલોજીની ગુગલ, માઇક્રોસોફટ, ચેટજીપીટી જેવી કંપનીએ પણ વધુ ઉપયોગને ખતરો બતાવ્યો છે
આજે કોઇપણ માહિતી, ફોટા કે દસ્તાવેજો દુનિયાના કોઇપણ ખુણે બેરોકટોક ગણતરીની સેક્ધડમાં મોકલી શકીએ છીએ, જો તેના દૂર ઉપયોગથી ત્રાસવાદીઓના હાથમાં એવી સતા આવી જશે તો વિશ્વ શાંતિ માટે ખતરો બની જશે: જયાં માનવ મન વિચારવાનું બંધ કરી દે છે તયાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ત્યાંથી શરૂ કરીને માનવ જાતની કોઇપણ સમસ્યાનું નિરાકરણ કરે છે
ભગવાને માનવ જાતને ઘણી સુંદર ભેટો આપી છે જે ભેટોમાં પૃથ્વી, જીવન અને આપણું પર્યાવરણ છે. આદી કાળથી માનવ તેની બુઘ્ધિ પ્રમાણે શોધ કે સગવડ ઉભી કરીને પ્રગતિ કરતો રહ્યો છે. ગુફાવાસીથી લઇને આજનો ર1મી સદીના માનવ વચ્ચે ઘણી શોધે તેની ભૌતિક સુવિધામાં વધારો કર્યો છે દરેક સમયે માનવી તેની બુઘ્ધિ કે માનવી તેની બુઘ્ધિ કે મગજનો ઉપયોગ કરીને જવી ઊંચાઇએ પહોંચે છે. માનવ બુઘ્ધિ અને ટેકનોલોજીના સહારે આજનો માનવી બીજા ગ્રહ પર પણ પહોંચી ગયો છે. તેને કોમ્પ્યુટર, મોબાઇલ, સ્માર્ટ ફોન, સ્પેસ ક્રાફટ જેવી અસાધારણ શોક કરીને આજના યુગમાં તેના ઘણા કામો સહેલા કરી દીધા છે. માનવીને અશકયને શકય પણ બનાવી દીધું છે.
આજના શોધ-સંશોધન કરતાં કરતાં માનવીએ નકલી મગજ પણ બનાવી દેવાની તૈયારી આરંભી છે, તેના પ્રારંભિક પરિણામે આર્ટિફીકેશન ઇન્ટેલિજન્સ (અઈં) બનાવવામાં સફળતા મળી છે. આ શોધથી માણસ દ્વારા કરવામાં આવતાં કામો સરળતાથી કરી શકે છે. સાચા ખોટાને સમજી શકે અને નિર્ણય પણ લઇ શકે
માણસને જેમ બુઘ્ધિ સાથે મન આપવામાં આવે છે, તેવી જ રીતે તેમાં પણ ગોઠવણ કરાઇ હોવાથી તે માણસની જેમ નિર્ણય લઇ શકે. જો કે આ દિશામાં કાર્ય 1955 થી શરુ કરવામાં આવેલ હતું. જહોન મેકકાર્થી કૃત્રિમ બુધિધના સ્થાપક હતા, તેમના જોડીદાર માર્વિન મિન્સકી, હર્બટ સિમોન અને એલેન જોવેલ સાથે મળીને આ કાર્ય રેલ હતું. અઈં નામ પણ જહોન મેકકાર્થી આપેલ હતું.
આર્ટિફીકેશન લન્ટેલિજન્સનો ઉપયોગ આજના યુગમાં હેલ્થ કેર, મેન્યુ ફેકચરિંગ, રિટેલ, સ્પોર્ટસ, સ્પેસ સ્ટેશન, બેન્કિંગ જેવા દરેક ક્ષેત્રમાં થશે. આ પરત્વે કાર્ય કરતાં મશીનો, રોબોર્ટની ખુબ માંગ આવનારા દિવસોમાં વધાવાની છે. જે કામને મહિનાઓ લાગતા હતા તે આ દ્વારા પૂર્ણ થઇ જશે. જયાં માનવમન વિચારવાનું બંધ કરી દે ત્યાં આર્ટિફીકેશન ઇન્ટેલિજન્સ કાર્યરત થઇ જશે. આવા મશીનો થાકયા વગર દિવસ-રાત ભૂલ વગર કાર્ય કરીને માનવીને મદદરુપ થશે.
સૌથી મોટો ફાયદો મેડિકલ રિસર્ચમાં થવાનો છે, અઈં એપ્લીકેશન ની મદદથી એકસ-રે, રીડીંગ સાથે સંશોધનમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. તેનો ઉત્5ાદન વધારવા અને બુઘ્ધિ શાળી રોબોટસ બનાવવામાં પણ થઇ રહ્યો છે. આજે તો ટીવી ચેનલમાં રોબોટસ સમાચાર વાંચે કે હોટલ કે ઘરમાં ઓર્ડર મુજબ કાર્ય કરી રહ્યો છે. 2016માં બનાવવામાં આવેલ સોફિયા નામનો રોબોટ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, તે લોકો સાથે વાત પણ કરે અને ઇન્ટર વ્યુ પણ આપે છે. આ અદ્યતન કિનોલોજીના બીજા ઉદાહરણોમાં મોબાઇલમાં વપરાતા એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝ મોબાઇલ ટેકનોલોજી છે. તમે તમારા અવાજથી ગુગલમાં સર્ચ કરી શકો છો. આ ઉપરાંત યુ ટયુબ, સ્માર્ટ હોમ ડિવાઇસ, સુરક્ષા મોનીટરીંગ અને સ્માર્ટ કાર જેવી ઘણું બધુ આ ટેકનોલોજીને આભારી છે.
અઈં ના મુખ્ય ચાર પ્રકારોમાં પ્રતિ ક્રિયા શીલ મશીનો, મર્યાદિત મેમરી, મનનો સિઘ્ધાંત અને સ્વજાગૃતિ જેવાનો સમાવેશ થાય છે. દુનિયામાં દરેક વસ્તુ ના ફાયદા સાથે ગેરફાયદાઓ પણ જોડાયેલા હોય છે, એવી જ રીતે કોઇપણ ટેકનોલોજી હોય તેમાં જોખમ, ગેરલાભ કે નકારાત્મક અસરો અઈં માં પણ જોવા મળશે, જેમ અત્યારે આપણે મોબાઇલના દુષણથી ભોગવી રહ્યા છીએ. નવા અદ્યતન આ ટેકનીકના મશીનથી માનવીમાં આઇસ ઘર કરી જશે. વિચારવા કે સમજવાની સમજ નષ્ટ થઇ જશે. ભાવી પેઢી માટે તો ઘણી હાનિકારક સ્થિતિ પેદા કરશે. ફાયદામાં તે અથાક કામ કરવાની શકિત સાથે જોખમી કામમાં તેનો ઉપયોગ કરી શકીશું. જોખમી પરિણામોની અગમચેતી માટે ઘણાએ હથિયારો કે કોઇ એવી વસ્તુ જેનાથી નુકશાન થાય તેમાં આ ટેકનોલોજીનો ઉપયોગ નહી કરાય.
અઈં શબ્દ નવોનથી, વર્ષો પહેલા અસ્તિત્વમાં આવેલી એક ટેકનોલોજી છે. તમે મેટ્રિકસ, આઇ રોબોટ, ટર્મિનેટર, બ્લેડ રનર જેવી ફિલ્મો તો જોઇ જ હશે, બસ આજ ટેકનોલોજી એટલે આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય છે. 1997માં વિશ્વ ચેસ ચેમ્પિયન ચેસ ખેલાડી હાસ્પો રોવ અને આ સિસ્ટમ ધરાવતા રોબોટને તેની સામે બેસાડેલ જેમાં વિશ્વ ચેમ્પિયન ખેલાડી હારી ગયો હતો. ગમે તેવી ઇમરજન્સીમાં તે ત્વરીત જાણકારી આપશે. સૌથી મોટો ગેરફાયદો તે માણસ પાસેથી રોજગારી છીનવીને તેનું સ્થાન લઇ લેશે. આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સએ કોમ્પ્યુટર વિજ્ઞાનની અદભૂત અને શકિતશાળી શોધ છે. માનવ બુઘ્ધિ વિચારો અને લાગણીઓ અઈં ની અંદર સિમ્યુલેટેડ છે. આ ટેકનોલોજી માનવીની નાની-મોટી સમસ્યાનું નિરાકરણ કરશે. આપણે અત્યારે પણ આપણાં રોજીદા જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ તેનો ઉપયોગ કરીએ જ છીએ.
કોમ્પ્યુટરની મદદથી મશીનમાં માનવ જ્ઞાન, વિચાર, લાગણીઓ લોડ કરવી અનેતેની મદદથી ટેકનોલોજીનો ઉપયોગ તે જ કૃત્રિમ બુઘ્ધિ (અઈં) છે. તે કોઇ જ્ઞાનનો ભંડાર કે બુઘ્ધિ નથી, પણ માનવીની સંવેદના, જ્ઞાન, અનુભવો, વિચારો, લાગણીઓ અને બુઘ્ધિનો ઉપયોગ છે. 1950માં શરુ કરેલ અભિયાનને 1970ના દાયકામાં ઓળખ મળી સૌ પ્રથમ જાપાને પહેલ કરી અને 1981 ફિફથ જનરેશનની યોજના બનાવી. દશ વર્ષની યોજના બનાવી, બાદમાં બ્રિટને એલવી, પ્રોજેકટ શરુ કર્યો. યુરોપિયન યુનિયને એસ્પ્રિટ કાર્યક્રમ શરુ કર્યો. 1983 માં કેટલીક ઇલેકટ્રોનીક કંપનીએ સાથે મળીને માઇક્રો ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્પ્યુટર ટેકનોલોજીની સ્થાપના કરી.
અઈં ના ઉપયોગ થકી આપણે રોબોટ, ડિજિટલ અને લકઝરી કાર, મેટ્રો કે બુલેટ ટ્રેન, એરોપ્લેન, સુપર કોમ્પ્યુટર, વિડીયો ગેમ કે કોમ્પ્યુટર ગેમ સાથે માઇક્રો વેવ, ઓવન, આરોગ્ય સંભાળ, શરીર સંભાળ, એસી વિગેરેમાં તેનો ઉપયોગ કર્યો છે. તમે ‘સીરી’ એપેલનો રજુ કરાયેલ સૌથી લોકપ્રિય વર્ચ્યુઅલ સહાયક છે, જે માત્ર આઇફોન અને આઇપેડમાં ચાલે છે. તે અઈં નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આટલી બધી સવલતો હોવા છતાં આ ક્ષેત્રના તજજ્ઞો તેને માનવજાત અને વિશ્વ શાંતિ માટે ખતરો બતાવે છે.
ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ ભાવિ પેઢીને બચાવી શકશે?
એઆઇ અર્થાત આર્ટિફીકેશન ઇન્ટેલિજટ (કૃત્રિમ બુઘ્ધિ) વિશ્વ શાંતિ માટે ખતરો છે, તેમ યુ.એન. જણાવે છે. સૌથી વધુ વ્યાપક અસરો ભાવિ પેઢીને થનાર છે. ત્યારે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ ભાવિ પેઢીને બચાવી શકશે. આના ઉપયોગથી આરોગ્ય, શિક્ષણ અને માનવજાતને ફાયદો થઇ શકે પણ તેની આ ટેકનોલોજીના જોખમો ઘણા છે. તેના યોગ્ય ઉપયોગથી જ માનવ જાતને ફાયદો થઇ શકે એમ છે, પણ તેના દૂર ઉપયોગથી ત્રાસવાદીઓના હાથમાં એવસ સત્તા આવી જશે તો વિશ્વ શાંતિ માટે ખતરો બની જશે. આજે કોઇપણ માહીતી, ફોટા દુનિયાના કોઇપણ ભાગમાં મોકલી શકાય છે. અઈં નો ઉપયોગ માત્ર બે માસમાં દશ કરોડ લોકોનો આંક વટાવી ગયો છે, વિચારો 2030માં શું સ્થિતિ હશે? વિશ્વના વિકાસને ઉંચી ઉડાન આપવા માટે અઈં માં શકિત છે. ગુગલ, માઇક્રોસોફટ અને ચેટ જીપીટી જેવી વિશ્વની અગ્રણી કંપનીઓએ ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગને ખતરો બતાવ્યો છે.