પહેલા શ્રમ આધારીત ત્યારબાદ સર્વિસ આધારીત અને હવે આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ આધારીત ટેલેન્ટનો જમાનો
અત્યારે આઈર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો જમાનો છે. આવતી પેઢીને આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ ‘વિકાસ’નો રાહ ચીંધી શકે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાધવાણી ઈન્સ્ટીટયુટ ફોર આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સના ઉદ્ઘાટન સમારોહ વખતે કરેલા સંબોધન દરમિયાન કહ્યું હતું.
તેમણે જાહેર કાર્યક્રમમાં આગળ કહ્યું હતું કે, આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ તે આપણી ઈચ્છાશકિત છે. અગાઉ શ્રમ આધારીત ત્યારબાદ સર્વિસ આધારીત અને હવે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ આધારીત જમાનો છે. નવી પેઢી માટે તે જ વિકાસનો પંથ કડારશે. તેમાં શંકાને સ્થાન નથી. જેમ જેમ ટેકનોલોજીકલ રીવોલ્યુશન એટલે ક્રાંતિ અણાતી ગઈ તેમ તેમ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની બોલબાલા વધતી ગઈ અને હજુ પણ તેમાં તબકકાવાર ઉતરોતર વધારો થતો જશે.
વડાપ્રધાને આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની પરતો ખુલવા વિશે કહ્યું કે, આ એકદમથી આપણા જીવનમાં કે કાર્યશૈલીમાં આવે નહીં. આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ અને ટેકનોલોજીને સીધો સંબંધ છે. તેમણે સવાલ કર્યો કે ‘ફાનસયુગ’માં કેમ કોઈ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની વાત કરતું ન હતું ત્યારે પણ લોકોમાં કૌશલ્ય તો એટલું જ હતું. ઉદાહરણ રૂપે આપણી ઘરે કડિયા કામ કરવા આવતી વ્યકિતને સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા દરમિયાન સારું એવું વળતર મળે છે. તેની પાન-બીડી, ચા, બપોરે આરામ વિગેરે અગલથી સુવિધા આપવી પડે. આ બધુ જાણવા છતાં આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સના ધની આ કામ કેમ નથી અપનાવતા. એ જ રીતે લોકો સર્વિસ આધારીત કામને પણ પાછળ છોડી ચુકયા છે. તેઓ હવે સર્વિસ પ્રોડકટને વેચવા સવારથી રાત દોડાદોડી કરવાના બદલે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ આધારીત કામ કરવામાં ઉત્સાહ દાખવે છે.
આમ થવાના કારણે અત્યારે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ કોમ્પીટીશન ઉભી થઈ છે. તેમાં તમે કેટલા અને કયાં સુધી ટકી શકો છો તેનો આધાર તમારી બર્નિંગ ડીસાયર એટલે કે ઈચ્છાશકિત અને કયાંથી કયા કલબ કરો છો, તકને કેટલી ઓળખો છો, અન્યથી અલગ શું આપી શકો છો ? તે બધા મુદા પર આધારીત છે.