વિશ્વના સૌથી ઉંચા સ્થળ એવા લદ્દાખમાં દરરોજ ૧૫ થી ૧૬ ટન કચરો ફેલાય છે

વિશ્વનું સૌથી ઉંચાઈએ આવેલુ સ્થળ એટલે જમ્મુમાં ઈડસ નદીના કિનારે વસેલુ લદાખ. લદાખ હરવા ફરવા લાયકનું સુંદર સ્થળ છે કે જે કુદરતા ખોળે પથરાયેલુ છે. અહી ફરવા માટેનો સમય જુનથી ઓકટોબર શ્રેષ્ઠ ગણાય છે. દર વર્ષે આ સમયગાળા દરમિયાન લાખોની સંખ્યામાં મુસાફરો આ સ્થળની મુલાકાત લે છે. રમણીય એવું આ સ્થળ હાલ પ્રદુષણથી પીડાય રહ્યું છે.

પ્રદુષણથી લદાખના કુદરતી સૌદર્યને ઘણુખ‚ નુકશાન પહોચી રહ્યું છે. જેને નાથવા ટેસલા કંપની એક આર્ટીફીશ્યલ બ્લેક હોલ ઉભુ કરશે. જણાવી દઈએ કે, લદાખની વર્ષ ૨૦૧૧માં ૧.૮ લાખ યાત્રાળુઓ મુલાકાત લીધી હતી. વર્ષ ૨૦૧૧થી અત્યાર સુધી યાત્રાળુઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો નોંધાયો છે.

વર્ષ ૨૦૧૮માં હાલ ૧.૮ લાખ લોકોએ લદાખની મુલાકાત લીધી છે જે ઓકટોબર માસના અંતમાં ૩ લાખે પહોચી જશે તેવી શકયતા છે. યાત્રાળુઓની વધતી જતી સંખ્યાના કારણે લદાખમાં પ્લાસ્ટીક સહિતનો કચરો પણ વધ્યો છે. જેને રોકી લદાખને સ્વચ્છ કરવા ટેસલા એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે જેમાં એક કૃત્રિમ બ્લેકહોલ ઉભી કરી સાફ સફાઈ હાથ ધરશે.

અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરી સફાઈ ઝુંબેશ હાથ ધરવીએ એક તદન નવો જ કોન્સેપ્ટ છે.જે પ્રથમ વખત સૌથી ઉંચાઈએ આવેલા લદાખમાં અમલી બનશે. ઉલ્લેખનીય છેકે, બ્લેકહોલ કે જે ખગોળીય ઘટના છે. ખગોળશાસ્ત્રીઓના મત પ્રમાણે, બદમાંડમાં ઘણા બ્લેકહોલ આવેલા છે.

આ બ્લેકહોલ કે જે તેના ગૂ‚ત્વાકર્ષણબળથી મસમોટી ચીજ વસ્તુઓ પોતાની તરફ ખેંચી લે છે. જેનોસંપૂર્ણ પણે ભેદ આજ સુધી વૈજ્ઞાનિકો પણ ઉકેલી શકયા નથી. ખગોળીય કચરા સહિતની ચીજ વસ્તુથી માડી મોટા મોટા પદાર્થો બ્લેકહોલ ગળી જાય છે. ત્યારે આ પ્રકારની થીયરીને ધ્યાને લઈ ટેસલા લદાખમાં એક કૃત્રિમ બ્લેક હોલ ઉભુ કરવા ઈચ્છે છે.

આ કૃત્રિમ બ્લેકહોલના કારણે લદાખમાં પણ પડેલો કચરો રોકી શકશે.પ્રદુષીત કચરાને કૃત્રિમ બ્લેક હોલ પોતાના ગુ‚ત્વીય બળથી પોતાની તરફ ખેંચી લદાખને સ્વચ્છ અને પ્રદુષણમુકત રાખવામાં મદદરૂ થશે જણાવી દઈએ કે, લદાખ પર દરરોજ ૧૫ થી ૧૬ ટન જેટલો કચરો ઠાલવાય છે. તેમાં પણ ખાસ કરીને સૌથી વધુ કચરો ઉતર પશ્ચીમ લદાખમાં ન્યુબ્રા ખીણ અને પોગોન્ગ તેમસત્સો મોરીરી તળાવમાં થાય છે.

લદાખ-લેહના ડેપ્યુટી કમીશનર અવની લવાસાએ કહ્યું કે, અહી પ્રદુષીત કચરો સ્થાનિક લોકો દ્વારા ફેલાવાતો જ નથી. જે પણ કચરો ફેલાય છે. તે યાત્રાળુઓને કારણે ફેલાય છે અને આ કચરાને વીજળી પાણી કે અન્ય કોઈ સ્ત્રોતના ઉપયોગ વગર નિયંત્રીત કરવા બ્લેકહોલ શ્રેષ્ઠતમ વિકલ્પ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.