સુપ્રીમ કોર્ટે આઈપીસી કલમ ૪૯૮-એના દુરપયોગને લઈ ચુકાદાને સમીક્ષામાં લીધો
ઘરેલુ હિંસાના કાયદાની કલમ આઈપીસી ૪૯૮(એ)નાં વધતા જતા દુરપયોગનાં કિસ્સાઓને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા આ કલમ હેઠળ કરાતી કાર્યવાહીને ફેર-વિચારણામાં લઈ સીધી જ પતિની ધરપકડને લઈને ‘બાપડા’ બિચારા પતિઓને સાંભળવાની તક આપવી જોઈએ.
ગઈકાલે સુપ્રીમ કોર્ટે સીજેઆઈની આગેવાની હેઠળની બેન્ચે બે અરજીઓ પર સુનાવણી માટે સહમતી દર્શાવતા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ઈન્દીરા જયસિંહ સાથે સંમિત દર્શાવી હતી કે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮ (એ)ની ફરિયાદના કિસ્સામાં અગાઉ આપવામાં આવેલા ચુકાદાને ફેર-વિચારણા કરવામાં આવશે.
ન્યાયમૂર્તિ એ.કે.ગોયલ અને યુ.યુ.લલિતાની બેંચે ગયા વર્ષે જુલાઈમાં પોલીસને પતિ અને સગા-વહાલાઓની ફરિયાદ મળ્યા પછી ઘરેલુ હિંસાને લગતી ફરિયાદોમાં સીધી જ ધરપકડ કરવાનું ટાળી પતિ પત્નિ વચ્ચે સુલેહ થાય તેવા પ્રયાસો હાથ ધરવા પર ભાર મુકયો હતો. ભારતીય દંડ સહિતાની કલમ ૪૯૮-એ ની જોગવાઈ મુજબ ફરિયાદ થયા બાદ પતિ કે સાસરીયાને જામીન મળતા નથી અને દહેજના દુષણ સામે રક્ષણ આપની આ કલમમાં બે મહિનાના નાના બાળકથી લઈ ૯૦ વર્ષનાં વૃદ્ધાને પણ પકડી લેવામાં આવે છે.
જોકે સુપ્રીમ કોર્ટે પોતાના અવલોકનમાં જોયું છે કે અનેક કિસ્સામાં આવી ફરિયાદો ખોટી હોય છે અને આઈપીસી કાયદાની કલમ ૪૯૮ (એ) હેઠળ નોંધાતા કિસ્સામાંથી ફકત ૧૦ ટકા કિસ્સામાં ઘરેલુ હિંસા સાબિત થાય છે. જયારે ૯૦ ટકા કિસ્સામાં ફરિયાદ પક્ષે ઘરેલુ હિંસા સાબિત કરવામાં નિષ્ફળ રહેવાથી સામેવાળો પક્ષ નિર્દોષ છુટે છે.
શુક્રવારે સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્રનાં અહમદનગર જિલ્લાના મહિલા સંસ્થાઓ દ્વારા કલમ ૪૯૮એની જોગવાઈને વધુ તીવ્ર બનાવવાની માંગણી કરતી પીટીશન ફાઈલ કરી ઘરેલુ હિંસાના કિસ્સામાં મહિલાઓનું રક્ષણ કરવા આ કલમને વધુ કડક બનાવવા માંગ કરી હતી. જેની વધુ સુનાવણી આગામી ૯ જુલાઈના રોજ મુકકરર કરવામાં આવી છે.
જોકે સુપ્રીમ કોર્ટે ૪૯૮-એની જોગવાઈને લઈ હાઈકોર્ટ તથા સર્વોચ્ચ અદાલત દ્વારા અગાઉ આપવામાં આવેલા નિર્દેશો અંગે કાયદાની જોગવાઈ અંગે વધુ કાયદાકિય મંતવ્યો મેળવવા ખાસ સમિતિની રચના પણ કરી શકે તેમ હોવાના એકમો આપ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com