રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલમ ૩૭૦ના તમામ ખંડ હટાવવા અને જમ્મુ-કાશ્મીરના પુર્નગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો: વિપક્ષોનો હોબાળો: ગૃહમાં ભારે દેકારો: જમ્મુ-કાશ્મીર અંગે ૧૫ ઓગસ્ટ સુધી લાઇવ ટેલીકાસ્ટ ન કરવા તમામ ચેનલોને આદેશ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનો ખડકલો કરી દીધો છે. ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જેથી દેશમાં ભારે સસ્પેન્સ વ્યાપી જવા પામ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની અને જમ્મુ-કાશ્મીરના પુર્નગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ સાથે વિપક્ષોએ ભારે હોબાળો મચાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરના વાતાવરણ અંગે ૧૫મી ઓગસ્ટ સુધી એકપણ ટીવી ન્યૂઝ ચેનલોને લાઇવ ટેલિકાસ્ટ કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. મોદી સરકારના આ મોટા નિર્ણયથી દેશભરમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.
આઝાદી કાળથી ભારતને આતંકવાદ સહિતના મુદ્દે પીડા આપી રહેલી કાશ્મીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે મોદી સરકારે કમર કસી છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચુંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે સરકારમાં આવેલી મોદી સરકારે ‘આ વખતે નહીં તો કદી નહીં’તે ન્યાયે કાશ્મીરમાં આતંકવાદીઓને પાળી પોસીને મોટા કરતા ઘરના ઘાતકી એવા હરામી તત્વોને સબક શીખવવા તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આવા હરામી તત્વો સામે મોટુ ઓપરેશન હાથ ધરવા કાશ્મીર ખીણમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોના જમાવડા બાદ ગઇકાલ સાંજે ગૃહમંત્રી અમિત શાહે યોજેલી ઉચ્ચ કક્ષાની બેઠક બાદ સમગ્ર કાશ્મીરમાં કલમ ૧૪૪ લગાવાી દેવાની સાથે મહેબુબા, ઓમાર સહીતના કાશ્મીરી નેતાઓને નજર કેદ કરી દેવામાં આવ્યા છે. આજે સવારે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં કાશ્મીર મુદ્દે મહત્વપૂર્ણ આખરી નિર્ણય કરવામાં આવ્યો હતો. કાશ્મીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે મોટુ ઓપરેશન હાથ ધરવા મોદી સરકાર દ્વારા આંતરિકની સાથે બાહ્યસ્તરે અજગર ભીડો લેવામાં આવ્યો છે.
કાશ્મીરના ખુણે ખુણે ૯૦ હજાર જેટલા લશ્કરી અને અર્ધલશ્કરી જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સુરક્ષા જવાનોએ કાશ્મીરમાં આવવા-જવાના તમામ માર્ગોને સીલ કરી દીધા છે માત્ર એટલું નહી કાશ્મીરના તમામ વિસ્તરોના ખુણે ખુણાપર જવાનો ખડેપગે તપાસ હાથ ધરી રહ્યા છે. શ્રીનગરમાં આવેલા સીવીલ સચિવાલય, પોલીસ વડામથક, એરપોર્ટ અને કેન્દ્ર અને રાજય સરકારની તમામ કચેરીઓ પર સુરક્ષા જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જરુર પડયે વધારાના સુરક્ષા જવાનોને કાશ્મીરમાં મોકલવા તૈયારી રાખી છે. સુરક્ષા દળો દ્વારા સ્થાનીક પોલીસ અધિકારીઓ અને જવાનો પાસે રહેલા સરકારી હથિયારો પણ કબજે લેવામાં આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.
કાશ્મીરમાં મોટુ ઓપરેશન હાથ ધરતા પહેલા ગૃહમંત્રી અમિત શાહે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ, ગૃહસચિવ રાજીવ ગૌબા, તથા સૈન્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ગઇકાલ સાંજે સંસદ ભવનમાં બેઠક યોજી હતી. બીજા એક મહત્વપૂર્ણ પગલામાં સુરક્ષા દળોએ નેશનલ કોન્ફરન્સના વડા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લા, પીડીપીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતી, પીપલ્સ કોન્ફરન્સના વડા અને પૂર્વ અલગતાવાદી નેતા સજમદ લોન સહીતના કાશ્મીરી નેતાઓને તેમના ઘરોમાં નજર કેદ કરવામાં આવ્યા છે. આ નેતાઓ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવનારા ઓપરેશન દરમ્યાન કાશ્મીરી લોકોને ઉશ્કેર તેવીસંભાવના હોય નજર કેદ કરવામાં આવ્યા છે. આ કાશ્મીરી નેતાઓને નજર કેદ કરવામાં આવતા તેઓએ મોદી સરકારના આ પગલાને લોકશાહી વિરુઘ્ધનું ગણાવ્યું હતું અને કાશ્મીરને હવે અલ્લાહ બચાવશે તેમ જણાવ્યું હતું. જયારે, કાશ્મીરની લાઇન ઓફ ક્ધટ્રોલને પણ ભારતીય સુરક્ષા દળો દ્વારા સીલ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનને જોડતી કાશ્મીર સીમા પર સુરક્ષા જવાનો ચુસ્ત ચોકી પહેરો મુકી દેવાયો છે. ગઇકાલે કાશ્મરીના કેરન સેકટરમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતા પાકિસ્તાનની બોર્ડર એકશન ટીમના સૈનિક મનતાના સાત ધુસણખોરોને ભારતીય સેનાએ ઠાર માયા હતા. આ ઘુસણખોરોના મૃતદેહોને સફેદ ઝંડા બતાવીને પાકિસ્તાન પરત લઇ જવા ભારતીય સૈન્યએ તાકીદ કરી છે. સાથે સેનાએ ચીમકી પણ આપી છે કે જો પાકિસ્તાન નેતા સૈનિકોના મૃતદેહ નહીં લઇ જાય તો તેને કાશ્મીરમાં દફન કરી દેવામાં આવશે ભારતીય સેનાની આ તાકીદની પાકિસ્તાન પણ અસમંજલની સ્થિતિમાં મુકાય જવા પામ્યું છે. જો તેઓ સૈનિકોના મૃતદેહને સ્વીકારે તો તે આતંકવાદીઓના નામે પોતાના સૈનિકોની કાશ્મીરમાં ધુસખોરી કરાવતા હોવાનું સ્પષ્ટ થાય જેનાથી વિશ્ર્વભરમાં પાકિસ્તાન આતંકવાદનું આકા છે તેનો વધુ એક પુરાવો મળે.
કાશ્મીરમાં ચાલતા ઘટના ક્રમની ભારત પાકિસ્તાનના પર હુમલો કરશે તેવા ડરથી ઇમરાનખાન સરકાર ફફડી જવા પામી છે. પાકિસ્તાન સરકારે આ મુદ્દે સંયુકત રાષ્ટ્ર સંઘ ને મઘ્યસ્થા કરવા પત્ર લખ્યો છે. કાશ્મીર મુદ્દે ગઇકાલે ગૃહમંત્રી અમિત શાહે બોલાવેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાને કેબીનેટની બેઠક યોજાઇ હતી. જેમાં ગઇકાલની ગૃહ વિભાગની મહત્તપૂર્ણ બેઠકમાં થયેલી કાશ્મીરની સ્થિતિની સમીક્ષા તથા વર્તમાન સ્થિતિ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે રાજયસભા અને લોકસભામાં મોદી સરકારના નિર્ણય અંગેની વિગતો આપી હતી. કાશ્મીરમાં ચાલી રહેલા સમગ્ર ધટનાક્રમથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે મોદી સરકારે ઘટના ઘાતકી હરામી તત્વોને ઝેર કરવા આંતરીક અને બાહય કક્ષાએ અજગર ભરડો લીધો છે. હવે ગમે ત્યારે આ કાશ્મીર મુદ્દે મોટું ઓપરેશન હાથ ધરાશે તે નિશ્ર્ચિત છે.