કોંગ્રેસના નેતાઓ દ્વારા સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચનો પ્રયાસ, પોલીસે તમામને અટકાવ્યા

કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે દેશભરમાં હંગામો ચાલુ છે.  દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અટકાયત કરી છે.  કોંગ્રેસના અનેક સાંસદો વિજય ચોક ખાતે ધરણા પર બેઠા છે.  વાસ્તવમાં રાહુલ ગાંધી કોંગ્રેસના સાંસદો સાથે સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી રહ્યા હતા. પરંતુ પોલીસે તેમને વિજય ચોકમાં જ અટકાવ્યા અને રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે.  પોલીસે આ કૂચ માટે કોંગ્રેસને મંજૂરી આપી ન હતી.

20220805 141830

દિલ્હી પોલીસે જંતર-મંતર સિવાય નવી દિલ્હી જિલ્લામાં કલમ 144 લાગુ કરી છે. જેથી આ વિસ્તારમાં કલમ 144 હોય પોલીસે અનેકની અટકાયત કરી છે. બીજી તરફ કોંગ્રેસ કાર્યાલયથી રેલી કાઢી રહેલા પ્રિયંકા ગાંધીની પણ અટકાયત કરવામાં આવી છે.

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, તમામ સાંસદો મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા રાષ્ટ્રપતિ ભવન જઈ રહ્યા હતા.  પરંતુ અમને આગળ જવા દેવામાં આવતા નથી.  અમારું કામ લોકોના પ્રશ્નો ઉઠાવવાનું છે.  કેટલાક સાંસદોની અટકાયત કરવામાં આવી છે.  કેટલાકને માર પણ માર્યો હતો.

કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.  પરંતુ પોલીસે અમને રોક્યા.  પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં કલમ 144 લાગુ છે.  અહીં વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી.  કોંગ્રેસના સાંસદોએ તેમની ધરપકડની માંગ કરી છે.

તે જ સમયે, કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું, આ વિરોધ મોંઘવારી અને અગ્નિપથને લઈને છે.  મોંઘવારીએ દરેકને અસર કરી છે.  રાજકીય પક્ષ હોવાના નાતે લોકોનો અવાજ ઉઠાવવો એ આપણી ફરજ છે.  એટલા માટે અમે પ્રદર્શન કરી રહ્યા છીએ.

કોંગી નેતાઓએ કાળા કપડા પહેરીને સંસદમાં નોંધાવ્યો વિરોધ

images 22

કોંગ્રેસના તમામ નેતાઓ કાળા કપડા પહેરીને આજે મોંઘવારી સહિતના મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ આજે ગૃહમાં કાળા કપડા પહેરીને પહોંચ્યા હતા.  કોંગ્રેસના આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ નેતાઓ કાળા કપડા પહેરીને અથવા હાથ પર કાળી પટ્ટી બાંધેલા જોવા મળ્યા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ કાળા કુર્તા અને કાળી પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.