અરવિંદભાઈ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ડો. પી.વી. દોશીની જન્મજયંતિ નિમિત્તે દિવ્યાંગ બાળકો માટે યોજાયો ટેલેન્ટ શો: અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
શહેરનાં હેમુગઢવી હોલ ખાતે અરવિંદભાઈ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે સ્નેહસ્પર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ડો. પી.વી. દોશી (પુ.પપ્પાજી)ની જન્મજયંતિ નિમિતે યોજવામાં આવ્યો હતો. આ સંસ્થા તેમનાં દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અલગ-અલગ સંસ્થાનાં દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો અને ડાન્સ કર્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ વેળાએ દિવ્યાંગ લોકોએ પણ પોતાની કલાના કામણ પાથરીને સૌ કોઇ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દિવ્યાંગોએ ડાન્સ સહિતની કૃતિઓ રજૂ કરી હતી. ઉપરાંત દિવ્યાંગોએ આ કાર્યક્રમના આયોજનને બિરદાવીને આ પ્રકારના કાર્યક્રમો સતત થતા રહે અને દિવ્યાંગોને પ્લેટફોર્મ મળતું રહે તેવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને આગળ લાવવાનું સરાહનીય કાર્ય: ડો. દર્શિતાબેન શાહ
દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, પી.વી.દોશી (પૂ.પપ્પાજી)ની જન્મજયંતી નિમિતે અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો માટેનો આ સ્નેહસ્પર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂ.પપ્પાજીને વ્હાલા હતા જેની કોઈપણ ચિંતા ન કરતું તેવા બાળકો જેમને કોઈપણ સ્ટેજ ન મળે તેવા બાળકોને સમાજની સાથે જોડી સમાજમાં આગળ લાવવાનું કાર્ય અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.
પપ્પાજીને દિવ્યાંગ બાળકો પ્રત્યે ખુબ પ્રેમ હતો: મુકેશ દોશી
રાજકોટનાં શિલ્પી અને સ્વપ્ન દ્રષ્ટા ડો.પી.વી.દોશીની યાદમાં ચોકકસ કાંઈક કરવું જ જોઈએ. આ ટ્રસ્ટમાં ઘણા લોકો જોડાયેલા છે. તેમની યાદમાં આ સ્નેહ સ્પર્શનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવેલ છે. તેમને નાના બાળકો અને દિવ્યાંગ બાળકો માટે ખુબ જ પ્રેમ હતો. ઉપરાંત બહેરા મુંગા શાળા પણ પપ્પાજી એજ શરૂ કરેલ છે અનેક એવી સંસ્થાઓ હતી તેમાં પપ્પાજી ટ્રસ્ટી હતા.
કાર્યક્રમથી દિવ્યાંગોને પ્લેટફોર્મ મળે છે: હેમાક્ષી
દિવ્યાંગ યુવતી હેમાક્ષીએ જણાવ્યું હતું કે, તે સેન વિદ્યા સાતરે સંસ્થામાંથી આવે છે. તેમને ડાન્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમની સંસ્થા દિવ્યાંગ બાળકોનું ખુબ જ ધ્યાન રાખે છે. આ કાર્યક્રમમાં ભાગ લઈને ખુબ મજા આવી હતી. આવા કાર્યક્રમ યોજાતા રહે તો દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળતું રહે.
અમારી સંસ્થામાં ૧૧૭ જેટલા મેન્ટલી રીટાયર્ડ લોકો રહે છે: વિજય ડોબરીયા
વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું કે, ઘી સોસાયટી મેન્ટલી રીટાયર્ડ નામની સંસ્થા છે તે ૩૬ વર્ષથી કાર્યરત છે. તેમાં પોતે ફરજ બજાવે છે અને બાળકોની સેવા કરે છે. તેમની સંસ્થામાં ૧૧૭ જેટલા લોકો છે તેમાં ૫ વર્ષથી ૧૪ વર્ષનાં બાળકો અને ૧૬ વર્ષથી ૪૦ વર્ષનાં લોકો પણ છે. કાનાબાર સાહેબ હતા તે પોતે રાષ્ટ્રીય શાળામાં સંગીત ટીચર હતા પોતે બ્લાઈન્ડ હતા. દિવ્યાંગ બાળકો માટે કંઈક કરવું જોય તેવી ઈચ્છાથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૮૨માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ભાગ લઈને ખુબ આનંદ થયો: ગૌતમ
દિવ્યાંગ યુવાન ગૌતમે જણાવ્યું હતું કે, ધમવાડીયા સંસ્થામાંથી આવે છે.
તેમણે ડાન્સમાં ભાગ લીધો હતો. તેમનાં ટીચર તથા તેમની સંસ્થા ખુબ જ બાળકો માટે ધ્યાન આપે છે. તેમને આ કાર્યક્રમમાં ભાગ લઈને ખુબ જ આનંદ થયો હતો.