ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના જન્મદિવસ નિમિતે સંસ્થાના રાજકોટ ચેપટર દ્વારા સેવા, સાધના તથા સત્સંગ સહીતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુદેવનો ૧૩ મેના રોજ ૬૨મો જન્મદિવસ છે ત્યારે તેની ઉજવણી માટે ડીડીસી કમિટી આર્ટ ઑફ લિવિંગના પ્રશિક્ષકો અને સાધકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ શુભદિવસે જુના સાધકો માટે મહાસુદર્શન ક્રિયા પૂજ્ય ગુરુજીના અવાજમાં તથા ગુરુપૂજાનું સવારે 5:30 થી 7:30 દરમિયાન સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, કોટેચા ચોક, કાલાવડ રોડ પર તથા આજ સ્થળ પર રાત્રે 8:૦૦ કલાકે રક્તદાન કેમ્પ ઉપરાંત નિઃશુલ્ક ફિઝિયોથેરપી કેમ્પનું તેમજ રાત્રે 7:૦૦ કલાકે સંસ્થાના આંતરરાષ્ટ્રીય ગાયક ગૌતમ ડાભીરના સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વધુ થી વધુ લોકોને જોડાવવા સંસ્થાના આગેવાનો દ્વારા અનુરોધ છે.
શ્રી શ્રી રવિશંકરજીનો પરિચય
૧૩ મે, ૧૯૫૬ માં દક્ષિણ ભારતના કર્ણાટકમાં આવેલા ‘પાપનાષમ’ ગામમાં જન્મેલ શ્રી શ્રી રવિશંકરજી આજે એ નામ છે જેને હાલ કોઈ પરિચયની જરૂર નથી, પરંતુ તેમની કામગીરી જાણવી જરુરી છે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી એવા આધ્યાત્મિક ગુરુ છે જેમને વિશ્વમાં માનનીય મૂલ્યોની તથા શાંતિની સ્થાપના માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમનું સ્વપ્ન એક તનાવમુક્ત , હિંસામુક્ત સમાજ નિર્માણ કરવાનું છે. આર્ટ ઑફ લિવિંગ સંસ્થાની સેવા યોજનાઓ તથા યોગ શિબિરોના માધ્યમથી તેમને આ કામગીરી આગળ ધપાવી છે.
ગુરુદેવને કોલંબિયા, મંગોલિયા અને ઉરૂગુએ દેશોના સર્વોચ્ચ નાગરિકના પુરસ્કાર સહીત ઘણા પુરસ્કાર પ્રાપ્ત થયા છે. તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે તથા ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સહીત દુનિયાભર ના પંદર માનદ ડૉક્ટોરેટ ની ડિગ્રીનું સન્માન પ્રાપ્ત થયું છે. શ્રી શ્રી યુનિવર્સીટીના કુલપતિ તથા ભારતના યોગ પ્રમાણીકરણ સમિતિના અધ્યક્ષ છે. તેમને અમરનાથ તીર્થ બોર્ડના સભ્ય તરીકે પણ સુંદર કામગીરી કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com