નાનપણથી જ પઝલ સોલ્વિંગ અને ડ્રોઈંગ નો શોખ ધરાવતા રાજકોટની દીકરી હીર દોશીના પઝલ અને ડ્રોઈંગનું એક્ઝિબિશન તારીખ 9 થી 11 સુધી પ્રમુખસ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે રાખવામાં આવેલું છે.

vlcsnap 2022 12 10 13h04m19s030

પઝલ સોલવિંગની શરૂઆતમાં 5 પીસ,10 પીસનું પઝલ સોલ્વ કરી અને એક સમયના સૌથી મોટા 32256 પીસના પઝલને સોલ્વ કર્યું હતું.18 ફૂટના આ પઝલનું નામ ન્યુયોર્ક સીટી વિન્ડો છે જે જર્મન કંપની રેવન્સ બરજર દ્વારા નિર્મિત છે.આ પઝલમાં કુલ આઠ ભાગ હોય છે તેમજ પ્રત્યેક ભાગમાં 4032 પીસ હોય છે. આ પઝલ સોલ્વ કરવામાં તેમને 3 વર્ષ અને 1 મહિના જેવો સમય અને 1500 કલાકની મહેનત લાગી હતી.આ પઝલ ભારતમાં મળતું ન હોવાથી ખાસ તેને અમેરિકાથી મંગાવવામાં આવ્યું હતું જેને આકરી મહેનતથી સોલ્વ કરી તેમને લિમ્કા બુક ઓફ રેકોર્ડસ માં પણ સ્થાન મળેલું છે.

પઝલ સોલવિંગ ની સાથોસાથ તેમને ડ્રોઈંગનો પણ શોખ છે ડ્રોઈંગ માં પણ તેમને ચાર એવોર્ડ મળેલા છે તેમને પોતાના ડ્રોઈંગ ઇન્ટરનેશનલ નેશનલ અને લલિત કલામાં પણ મોકલેલા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પઝલ સોલ્વિંગમાં તેમને ખૂબ સંયમ રાખ્યો હતો તેમજ તેમના માતા-પિતાનો પૂરતો સાથ સહકાર મળેલો છે. વધુમાં તેમના પિતાએ જણાવ્યુ હતું કે હિર ઘણી નાની ઉંમર થી પઝલ સોલ્વ કરતી હતી પછી તેની ઈચ્છા હતી કે વધારે મોટું પઝલ સોલ્વ કરવું છે એટલે સર્ચ દરમિયાન જોયું આશરે 32000 પીસનું પઝલ ત્યારે દુનિયાનું સૌથી મોટો પઝલ છે.જેને પૂર્ણ કરવામાં તેને ખૂબ જ મહેનત કરી છે,અને અમારો ફેમેલી સપોર્ટ ખૂબ રહ્યો છે,અભ્યાસની સાથે સાથે રાત્રે તે પઝલ સોલ્વ કરતી અને જ્યારે સોલ્વ કરતી હોય ત્યારે અમે પણ રાત્રે જાગતા અને તેને સથવારો આપતા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.