દરેક વ્યકિતમાં છુપી કલા પડેલી જ હોય છે, જરૂર છે માત્ર ઉજાગર કરવાની: ‘એક’ તારો જ જીવન નૈયા પાર કરાવે છે: આપણા જીવન વિકાસમાં વિવિધ કલાઓનાં ભૂમિકા અહંમ
કલાનું વિશાળ ક્ષેત્ર છે જેમાં ચિત્ર-લેખન-સંગીત-રમત ગમત વિગેરેનો સમાવેશ થાય છે: કલામાં નિપુણતા મેળવી આર્થિક ઉપાર્જન પણ કરી શકાય છે: કલા આપણને મુશ્કેલીના સમયમાં પણ એક કરી શકે છે: આજનો દિવસ કલાના વિકાસ, પ્રસાર અને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે
જન્મથી શરૂ થયેલ અને મૃત્યુ વચ્ચેની સંસાર યાત્રામાં કલાનું વિશેષ મહત્વ છે. માનવ કલા વગર જીવન જીવી જ ન શકે કે અધુરૂ લાગે શાળાઓમાં પણ શિક્ષણ સાથે વિવિધ કલાનું શિક્ષણ અને ઈતર પ્રવૃત્તિ થકી બાળકોમાં પડેલી વિવિધ છુપી કલાને પ્રોત્સાહિત કરાય છે. પ્રોત્સાહન, તાલીમ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથકી તેમાં નિપુણતા હાંસલ કરી શકાય છે. શાળાઓમાં પણ ચિત્ર-સંગીત-સ્પોર્ટસ જેવી વિવિધ કલાને આજના યુગમાં સ્ક્ીલ બેઝ એજયુકેશન અંતર્ગત પ્રાધાન્ય અપાય છે. જીવન વિકાસ માટે કલાનું મહત્વ અનેરૂ છે. ત્યારે તેને કેળવવી જરૂરી છે. નિપુણતા મેળવેથી તમો આર્થિક ઉપાર્જન પણ કરી શકો છો. પ્રાચિન કાળ કે આશ્રમ કે ગુરૂકુળમલાં પણ ઋષીમૂનીઓ વિવિધ કલાઓમાં બાણ વિદ્યા, ઘોડેશ્ર્વારી જેવી 60 થી વધુ કલાનું શિક્ષણ આપતા જ હતા. કલાજ આપણને મુશ્કેલીના સમયમાં ભેગા કરી શકે છે.
કલા વિશ્વભરનાં લોકો માટે સર્જનાત્મક,નવિનતા, અને સાંસ્કૃતિક વિવિધતાને પોષે છે, અને જ્ઞાન વહેચણીમાં અને જીજ્ઞાસા અને સંવાદને પ્રોત્સાહીત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ‘એક’તારો પણ કોઈકનું જીવન બદલી શકે છે.કલા માધ્યમથી માનવીમાં એકાગ્રતા, ચિવટ, રૂઢીકરણ જેવા વિવિધ ગુણોનું સિંચન કરે છે. આજના સ્ક્લિ ડેવલપમેન્ટ યુગમાં તમે કોઈપણ અકે બાબતે નિપુણ હોવું જરૂરી છે. કલાકારો અને કલાત્મક સ્વતંત્રતાને પ્રોત્સાહન અને સુરક્ષીત કરીને વિકાસ કરવાથીજ મુકત અને શાંતિ પૂર્ણ વિશ્વ હાંસલ કરી શકાશે. કલાત્મક રચનાઓ અને સમાજ વચ્ચેની કડીને મજબૂત કરે છે.
આજનો દિવસ શિખવા-શેર કરવા અને ઉજવણી કરવાનો છે. સોશિયલ મીડીયાના યુગમાં ઘણી બધી કલાઓ ડેવલપ થઈ ગઈ હોવાથી તેઓ એક બીજાને શેર કરે છે. 2012થી ઉજવાતા આ દિવસ પ્રખ્યાત લિયોના ડો. દા વિસન્સીના જન્મ દિવસની યાદમાં ઉજવાય છે. વિશ્વભરનાં તમામ કલાકારો એકત્ર થઈને કાર્યક્રમ કરે છે ત્યારે પૃથ્વીનું વાતાવરણ કલામય બની જાય છે. કલાના વિવિધ સ્વરૂપો, જેમાં સંગીત-ચિત્ર-શિલ્પ-નૃત્ય, લેખન, નાટયકલા, અભિનય વિગેરેનો સમાવેશ થાય છે. સિનેમાને પણ એક કલાગણવામાં આવે છે.
સાચી કલા એ માત્ર લાગણીની અભિ વ્યકિત છે. અને કલાકાર વિશ્વ પ્રત્યેના દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે. વિશ્વ કલા દિવસે લોકોને તેની આસપાસની સુંદરતા નિહાળવા સાથે કુદરતની કરામત માણવા પ્રોત્સાહિત કર છે. 1948માં ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ આર્ટની સ્થાપના થઈ હતી. 1954માં આ સંસ્થા અને યુનેસ્કો સાથે જોડાયા 2012માં કલા દિવસ ઉજવવાનું નકકી કરાયું હતુ. કલા સંગ્રહાલયો, ગેલેરીઓ આપણે પ્રાચિન કલાકૃતિ જોઈએ ત્યારે એ જમાનામાં પણ કલાકારની કામગીરીની પ્રસંશા કરીએ છે. સમાજને શિક્ષણ આપવામાં ફિલ્મકલા એક ઉત્તમ સાધન ગણાય છે.
વિશ્વ કલા દિવસ એ શાળાઓમાં કલાશિક્ષણ પર પ્રકાશ પાડવા માટે ખૂબજ ઉપયોગી થાય છે. કોઈપણ કલાકારો બનાવેલું પોતાનું ક્રિએશનને તે અપાર પ્રેમ કરે છે. કારણ કે તેને બનાવવામાં તેનોજીવ રેડી દીધો હોય છે. આપણા લતાજીની ગાયન કલાને સમગ્ર વિશ્વ સલામ ભરે છે તેવી જરીતે બ્રેડમેન અને સચીનની ક્રિકેટ કલાને લોકો ભગવાનની તુલના કરે છે. મહાન કલાકારોના જીવનમાંથી વિશ્વશાંતિ, સાંસ્કૃતિકતા, અભિવ્યકિત, ભાઈચારો, સહિષ્ણુતા જેવા જીવનનાં મહત્વના પાસા શિખવા મળે છે. કલા લોકોને ઘણીબધી રીતે જોડે છે, એકીકૃત કરી શકે છે. વિવિધ સાંસ્કૃતિક વારસાના લોકો વચ્ચે જ્ઞાન અને સંદેશો વહેચવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
કોઈ પણ ચિત્રકાર તેના મગજથી પેઈન્ટીંગ કરે છે, નહી કે તેના હાથથી આવી વાત વર્ષો પહેલા માઈકલ એન્જેલોએ કરી હતી. ચિત્રકાર પાલ્લો પિકાસોએ કહ્યું હતુ કે ‘પેઈન્ટીંગ એ ડાયરી રાખવાની બીજી રીત છે દરેક બાળક એક કલાકાર હોય છે. અને આપણ સૌ રોજીંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ નાટયકલાનો સહારો લેતા જ હોય છે. આલ્બર્ટ આઈન્સ્ટશ,ને એક વખત કહ્યું હતુ કે સર્જનાત્મકતા ચેપી છે, તેને પસાર કરો. આજે શાળાઓમાં બાળકોને ચિત્રકલા-સંગીતકલા સાથે વિવિધ કલામાં જોડીને ઉજવણી કરવી જરૂરી છે.
આપણા રોજીંદા જીવનમાં જીવનના ઘણા પાસાઓમાં કલા છુપાયેલી છે. જેમાં સારા વિચારો, સ્વભાવ બોલચાલની ટેવ, નિજાનંદ માટેની વાદ્યકલા વિગેરેથી માનવી મનોરંજન મેળવતો હોય છે. ફિલ્મોનાં ક્રિએશનમાં કલાકાર, ફોટોગ્રાફર્સ, ગીતકાર, સંગીતકાર, ગાયક કલાકાર, સંવાદ લેખન વિગેરેની તમામ કલા એકત્ર થાય ત્યારે એક શ્રેષ્ઠ ફિલ્મનું નિર્માણ થાય છે. કલા આપણને તાણમાંથી મૂકત કરે છે. ભકિત કેધ્યાનમાં ડુબી જવું એ પણ એક કલાજ છે, સારા અક્ષરો પણ એક કલા જ ગણી શકાય છે.
અભિનય કલા સામેની વ્યકતિને પ્રભાવિત કરી શકે છે તો એક પત્રકાર કે લેખન તેની લેખન કલાથી વાંચકોનો અપાર પ્રેમ મેળવી શકે છે. સૃષ્ટિનો સૌથી મહાન કલાકાર ‘કુદરત’ છે જે માનવ જીવનદ સુંદર જીવન આપી શકે છે.નાના બાળકની નિદોષ જીવન શૈલીમાં આપણે ઘણું બધઉ શીખી શકીએ છીએ. કલાકાર કયારેય બનતા જ નથી, એ પેદા થાય છે. સતત મહેનત અને લગનથી શીખીને પણ કલાકાર બની જ શકાય. કરો તૈયારી આજથી.
જીવન જીવવાની કલા કે કલા સાથેનું જીવન
આજના યુગમાં જીવન જીવવા માટે કલા શિખવી જરૂરી છે. કલા સાથેનું જીવન જ વિકાસ તરફ ગતી કરી શકે છે. શારિરીક તંદુરસ્તી કરતાં માનસિક તંદુરસ્તી આજે મહત્વની છે ત્યારે એક માત્ર કલાને સહારે જ તમો ટ્રેસ મુકત-આનંદ-ઉમંગ-ઉલ્લાસ સાથે જીવન જીવી શકો છો. બીજા કરતા કંઈક નવીન આવડવું તે સારી બાબત છે. આનંદને કલાસાથે સીધો સંબંધ હોવાથી ઘણીવાર માણસ આનંદમાં આવી ને ગીતો ગાવા લાગે છે. જીંદગી એક સફર હે સુહાના પણ ‘કલા’ વગર નહીં. પૃથ્વી પર વસતા તમામ માનવીને કુદરતે કોઈકને કોઈક શકિત કે કલા-આવડત આપેલી જ હોય છે, પણ માણસને ખબર જ નથી હોતી સંકટ સમયેજેમ ભાગવાની હિંમત આવી જાય તેવી રીતે કલા કે આવડત પણ આવી જાય છે.