ગુજરાત રાજય લલિતકલા અકાદમીના સહકારથી યોજેલા આ પ્રદર્શનમાં લેન્ડસ્કેપ સાથે જૂનાગઢની સ્થાપત્ય કલાના 50થી વધુ વોટર કલર માધ્યમના ચિત્રો શુક્રવારથી શરૂ થતાં પ્રદર્શનમાં જોવા મળશે
અબતક,રાજકોટ
જૂનાગઢના અને હાલ રાજકોટ સ્થાય થયેલા કલાકાર મનોજ ગોહિલના ચિત્રોનો વનમેન શો શહેરની ડો . શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી , રેસકોર્સ , રાજકોટ ખાતે તા . 4 03-2022 થી શુભારંભ થઇ રહ્યો છે . ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શન કલારસિકો માટે સવાર 10 થી રાત્રીના 8 સુધી વિનામૂલ્યે પ્રવેશ સાથે ખુલ્લું રહેશે . કલાકાર મનોજ ગોહિલે કલાકેન્દ્ર કોલેજ ઓફ ફાઈન આર્ટ – વલ્લભ વિદ્યાનગરમાં ડિપ્લોમા ડ્રોઇંગ એન્ડ પેઇન્ટિંગનો અભ્યાસ કરેલ છે . જૂનાગઢની સ્થાપત્ય કલાના તેમજ જુના મકાનો , નેચરલ વગેરે શ્રેષ્ટ ચિત્રો તેમના આ પ્રદર્શનમાં જોવા મળશે . ઘણા વર્ષોથી આર્ટ ક્ષેત્રે કાર્ય કરતા મનોજ ગોહિલના અત્યાર સુધીમાં એક વનમેન શો સાથે 10 ગ્રુપ પ્રદર્શનમાં ભાગ લીધો છે.
તાજેતરમાં જ તેઓ ખજૂરાહોમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશનમાં પોતાની બે કૃતિઓ રજુ કરી હતી . વોટરકલર લેન્ડસ્કેપ સાથે સ્થાપત્ય કલાનો આપણો વારસો સંદર્ભે તેમની કલા ખરેખર માણવા જેવી છે. વર્ષોથી જૂનાગઢમાં રહેતા આ કલાકાર નાનપણથી આ અદભૂત સ્થાપત્ય કલાને નિહાળતા તેના મનમાં આને રંગોની મદદથી ચિત્ર નિર્માણનો વિચાર આવ્યો ને બાદમાં બે વર્ષની મહેનતથી આ સ્વપ્ન સાકાર થયું એમ અબતક સાથેની મુલાકાતમાં વધુમાં જણાવેલ હતુ.આ જમાનાની સ્થાપત્ય કલાને આજના યુગમાં પણ એટલી જ અચરજ પ્રમાણષ તેવી હોવાથી તે આપણો અમૂલ્ય વારસો છે, આપણ તેનું જતન કરવું જ જોઈએ.