નર્સરી, જુનિયર-સિનિયર કે.જી. અને પ્રાથમિક વિભાગના બાળકોએ ભાગ લીધો
ગીતાંજલી પબ્લીક સ્કુલ દ્વારા આજે આર્ટ ક્રાફટ અને સાયન્સ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં સ્કુલના નર્સરી, જુનિયર કે.જી, સિનિયર કે.જી. અને પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. બધા વિદ્યાર્થીઓએ સહર્ષભેર એકઝીબીશનમાં ભાગ લીધો છે. ‘અબતક’ સાથેની મુલાકાત દરમિયાન ગીતાંજલી ગ્રુપ ઓફ કોલેજીસના ચેરમેન શૈલેષ એમ.જાનીએ જણાવ્યું કે, ગીતાંજલીના એકમ તરીકે આજે ગીતાંજલી પબ્લીક સ્કૂલમાં આર્ટ ક્રાફટ અને સાયન્સ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જુનિયર, સિનિયર, કે.જી. અને પ્રાથમિક વિભાગના કુલ ૫૦ થી વધુ બાળકોએ ભાગ લીધો છે.
આજે પોતાની આવડત અને કૌશલ્યને જુદા જુદા માધ્યમથી રાજકોટ શહેરની વચ્ચે સમાજની વચ્ચે પોતાની આઈડયોલોજી સ્વ‚પમાં આજે પોતાની કૃતિને મુકશે. વધુમાં બાળકોના સર્વાંગી વિકાસ અને તેની સુસુપ્ત પડેલી શકિતઓને જાગૃત કરવાના મુળભુત હેતુ સાથે ગીતાંજલી ગ્રુપ દ્વારા આજના દિવસે સ્કૂલના માધ્યમથી આજ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે અને પોતાની એક વિચારધારાને આ સમાજની વચ્ચે મુકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગીતાંજલી સ્કૂલના ડાયરેકટર જસ્મીન જાનીના માર્ગદર્શન હેઠળ ૨૦થી વધુ શિક્ષકોના ૩૦થી વધુ દિવસના શ્રમના આધારરૂપે આજે આ બાળકોને જુદી જુદી કૃતિઓમાં સરસ રીતે તૈયાર કરી અને પોતાની કૃતિને સમાજની વચ્ચે બાળકો જુદા જુદા એકમથી ટાઈટલ નીચે મુકશે અને અમને શ્રદ્ધા છે કે આ બાળકો આવનારા દિવસનું એક ચોકકસ ભવિષ્ય છે.
અત્યારે જે પ્રકારની આવડત અને કૌશલ્યની વર્તમાન સમયમાં સમાજને આવશ્યકતા છે. તે માટે બાળકોની આ એકટીવીટીઝ છે. તે કલાસ‚મની બહારના શિક્ષણના મહત્વને આ સંસ્થાએ ધ્યાને લીધું છે અને તેના આધાર ઉપર આજે આ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરની વિવિધ સંસ્થાઓ આજના દિવસમાં આ એકઝીબીશનની મુલાકાત લેશે. રાજકોટ શહેરના લગભગ ૨ હજારથી વધુ લોકો દિવસ દરમિયાન મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કરશે. એકઝીબીશનની મુલાકાતે આવેલ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમને એકઝીબીશનમાં આવીને ઘણો આનંદ થયો છે અને તેમને ઘણુ બધુ નવુ નવુ જાણવા મળ્યું છે.