જર્મનીએ ભારત સાથે ૭૯ હજાર કરોડ રૂપિયાનું દ્વિપક્ષીય વ્યાપાર કરાર કર્યો : ક્લાઇમેટ સહિતના મુદ્દે બંને દેશો એક સાથે કાર્ય કરશે

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર ગયા છે અને તેઓએ પ્રથમ દિવસે જર્મનીની મુલાકાત લીધી હતી જ્યાં તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારતના લોકોએ એક જ બટન દબાવી રાજકીય સ્થિરતા આપી છે. એટલું જ નહીં વડાપ્રધાન મોદીએ પોતાની સુવાસ છોડતાં નાના બાળક સાથે દેશભક્તિનું ગીત ગાયું હતું.
જર્મની પહોંચતા જ વડાપ્રધાને પોતાની સુવાસ છોડી બાળક સાથે દેશભક્તિનું ગીત ગાયું !!!

 

જર્મનીના ચાંસેલર અને ભારતીય મૂળના લોકોની સાથે વડાપ્રધાને મુલાકાત કરી હતી. બાદમાં તેઓએ રશિયા અને યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, યુક્રેન પર સંકટ શરૂ થયું તે પૂર્વે જ ભારતે શાંતિની અપીલ કરી દીધી હતી. તેઓએ કહ્યું હતું કે આ યુદ્ધથી કોઈને ફાયદો પહોંચશે નહીં ઊલટું બધાને નુકસાનીનો સામનો કરવો પડશે. બીજી તરફ સમગ્ર વિશ્વમાં ભારત નું વર્ચસ્વ રીતે વધી રહ્યું છે તેને ધ્યાને લઈને દરેક દેશ ભારત સાથે વ્યાપારિક સંધિ કરવા માટે તત્પરતા દાખવી રહ્યું છે.
આ તકે જર્મનીએ પણ ભારત સાથે ૭૯ હજાર કરોડ રૂપિયાનો વ્યાપાર કરવા માટે રાજીપો વ્યક્ત કરતા દ્વિપક્ષીય કરાર કર્યા છે જેના થી હવે ભારત જર્મની વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે. જર્મનીનું માનવું છે કે ભારત સાથેના વ્યાપારિક સંબંધો મજબૂત બનતાં તેમની ચાઇના પરની નિર્ભરતા માં ઘણો ઘટાડો આવશે અને તેઓ વ્યાપારિક ક્ષેત્રે ઉન્નતિના શિખરો સર કરશે. સાથોસાથ ભારત માટે હાલ ક્લાઇમેટ મુદ્દો ખૂબ જટિલ છે જેને નિવારવા માટે જર્મનીએ પણ હાથ આગળ કર્યો છે અને કહ્યું છે કે બંને દેશો સાથે મળી આ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં આવશે.
રશિયા યુક્રેન હાલ ભારતની મધ્યસ્થી વિના પૂર્ણ ન થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વડાપ્રધાન મોદીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી યુદ્ધ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોઈ દેશને તેનાથી ફાયદો નહીં મળે ઉલટુ બધાએ નુકસાની નો સામનો કરવો પડશે. એક તરફ કોરોના ની કપરી પરિસ્થિતિ બાદ જે રીતે અર્થવ્યવસ્થા સ્થિર થતી હતી ત્યારે રશિયા યૂક્રેન ની યુદ્ધની સ્થિતએ બધાજ પાસોઓ ઉલ્ટા કરી દીધા છે.
વડાપ્રધાન મોદીએ જર્મનીના લોકો સાથે સંપર્ક સાધતાં જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા ત્રણ દસકા માં જે રાજકીય અસ્થિરતા જોવા મળી હતી તેને એક બટન થી દૂર કરવામાં આવી છે. સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે તેમણે જે ભારતના લોકો વસતા છે તેનાથી દેશની ઉન્નતિ શક્ય બને છે અને આવનારા સમયમાં પણ દરેક ભારતીય અને ભારતીય હોવાનું ગૌરવ પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.