ગુજરાત રાજ્યમાં કોરોનાને રોકવા ગૃહમંત્રી અમિતશાહનાં ખાસ દિશાનિર્દેશથી AIIMS નાં ડો. રણજીત ગુલેરિયા રાજયમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસોને લઇ મોડી રાતે દિલ્લી AIIMSના ડો. રણજીત ગુલેરિયા તેમની ટીમ સાથે અમદાવાદ આવી પોહચ્યા હતા.
સવારે 9 વાગ્યે ડો. રણજીત ગુલેરિયા તેમની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી છે. હાલ તેઓ આરોગ્ય વિભાગના સચિવ ડો. જ્યંતી રવિ, સિવિલમાં તાત્કાલિક એમ.એમ. પ્રભાકર સહિતના સિનિયર ડોકટરો સાથે કોરોનાની સારવાર અને તેની માહિતી અને પ્રેઝન્ટેશન અંગેની બેઠક ચાલુ થઈ છે.
અમદાવાદ સિવિલની બેઠક બાદ તેઓ SVP હોસ્પિટલની પણ મુલાકાત લેશે અને સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરશે અને ગુજરાતમાં કોરનાને કેવી રીતે કાબૂમાં લેવો તે અંગે દિશાનિર્દેશ આપશે.
Gujarat: Dr Randeep Guleria, Director of All India Institute of Medical Sciences (AIIMS) meets doctors at Ahmedabad Civil Hospital to give them advice on #COVID19 treatment. pic.twitter.com/GVSe8TOinl
— ANI (@ANI) May 9, 2020