આમળા, બોર, સીતાફળ, શિંગોળા, સંતરા, લીલી બદામ, જામફળ અને હાથલા જેવા ફળોથી બજાર ઉભરાઈ
આમળાબાળકોથી લઈને વૃદ્ધિના પણ ફેવરીટ અતિ ગુણકારી આમળાનું બજારમાં આગમન થઈ ચૂકયું છે. ત્યારે સ્ત્રીઓ શિયાળામાં હળદર-મીઠાવાળા આમળાને આથીને બરણીઓ ભરી રહી છે.
બોરચણીયા બોર, ગોલા બોર, રામ બોર આમ અનેક પ્રકારના વિવિધ ફળો આવતા હોય છે ત્યારે બાળકોને સૌથી ફેવરીટ એવા ચણીયા બોરનું આગમન થઈ રહ્યું છે. ત્યારે લાલ ચટક ઝીણા-જીણા ચણીયા બોરને લારીમાં જોઈને મોંમા ચોકકસ પાણી આવી જશે.
સીતાફળકહેવાય છે કે, સીતાજીના આંસુમાંથી સીતાફળનું નિર્માણ થયું હતું. માટે આ ફળ અતિશય મીઠા અને સ્વાદિષ્ટ હોવાની સાથે ગુણકારી પણ છે. ત્યારે મોટી સંખ્યામાં બજારમાં સીતાફળોની આવક થઈ છે અને ખૂબજ વ્યાજબી ભાવે શીયાળુ ફળો વેંચાઈ રહ્યાં છે.
લીલી બદામપ્રોટીન અને ન્યુટ્રીયન્સથી ભરપુર બદામ આમ તો આપણે બારેમાસ ખાઈએ છીએ પણ શિયાળામાં ખાસ કરીને લીલી બદામનું આગમન થાય છે. ત્યારે શિયાળો જ એવી ઋતુ છે જેમાં તાજી બદામનો લાભ લઈ શકાય. ત્યારે બજારમાં ખાટા-મીઠા મસાલા સાથે લાલ-લીલી બદામ આવી ચૂકી છે.
શિંગોળાકાદવમાં ઉગતુ ખુબજ ગુણકારી અને સ્વાસ્થ્ય વર્ધક ફળ કે જેની આખા વર્ષ દરમિયાન વાટ જોવાતી હોય તેવા રંગેથી કાળા છતાં ગુણથી સફેદ એવા શિંગોળાની આવક થઈ રહી છે. ત્યારે શિંગોળાની ખરીદી માટે લોકોની પડાપડી થઈ રહી છે. શિયાળુ ફળોમાં શિંગોળાનું ખૂબજ જ મહત્વ હોય છે.
જામફળકહેવાય છે કે, જામફળના ઘણા બધા બીમાંથી એક બી એવું હોય છે કે જેમાં બે લોટા જેટલા પાણીના ગુણ સમાયેલા હોય છે ત્યારે ખાટા મીઠા અને સૌ કોઈના ફેવરીટ એવા લીલા-પીળા જામફળની શરૂઆત થઈ રહી છે અને ભુખ ઉઘડતી હોય તેવા શિયાળામાં જો જામફળ જેવા સ્વાદિષ્ટ ફળોનો લ્હાવો લઈ શકાતો હોય તો આ અવસર ચૂકવા જેવો નથી.
હાથલાકાંટામાં ગુલાબ ઉપરાંત ખીલતુ વધુ એક ફળ કે જે ખૂબજ ગુણકારી છે અને ડાયાબીટીસથી લઈ કેન્સર જેવા જીવલેણ રોગોમાં ઉપયોગી એવા થોર નામે ઓળખાતા હાથલાની પણ શઆત થઈ ચૂકી છે. હાથલાને કાંટાવાળા થોરમાંથી વિણવા જેટલા મુશ્કેલ છે તેટલા જ તેના ગુણો ફાયદાકારક સાબીત થાય છે અને શિયાળામાં ખાસ કેન્સર જેવા રોગ માટે હાથલાના જયુસનું પણ ઠેક-ઠેકાણે વેંચાણ થઈ રહ્યું છે.