બોટાદ સંપ્રદાયના ગુરૂભગવંત શૈલેષમુનીના આજ્ઞાનુવર્તિ પ્રફૂલ્લાબાઇના શિષ્યા વિરતીબાઇ મહાસતીજીની આજે તા.2 ડિસે. પ્રભાતે 6:45એ જૈન સંઘના આંગણે આગમન થયું છે. અહીં 4 દિવસના રોકાણ દરમ્યાન ગુરૂભગવંતો ભાવિકોને દર્શન લાભ આપશે. આ સેવા કાર્યમાં નયનાબેન મોદી, રીધ્ધીબેન બાવીસીની સ્થાનકવાસી જૈન સંઘમાં નિમણૂંક આપી છે. ચંદ્રકાંતભાઇ શેઠના માર્ગદર્શન હેઠળ ટીમ સેવા કરશે. ગત ચાતુર્માસમાં પણ નયનાબેન મોદી અને રિધ્ધીબેન બાવીસીએ બેજોડ સેવા કરી હતી. ધર્મ કરણીમાં તપ – જપ, આયંબિલ, તપ એવમ દીક્ષાની સાંજી વગેરે આયોજનોમાં બહેનોની સંખ્યા વિશેષ હોય છે. બહેનોના નિષ્ઠાપૂર્વક સૂચારુ સંચાલનથી આરાધકોને અનુકૂળતા – સહકાર આપવાથી ધર્મ સ્થાનકોમાં આરાધકોની સંખ્યામાં વધારો થાય છે. ધર્મની સદ્દ પ્રવૃતિઓમાં કરવુ, કરાવવું અને અનુમોદનાનો લાભ મળે છે. શેઠ ઉપાશ્રય જૈન સંઘના ટ્રસ્ટી જીતુભાઈ બેનાણી, ઉપપ્રમુખ શૈલેષભાઈ માઉ તથા રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધશાળાના ઉપપ્રમુખ બિપીનભાઈ પારેખ, સહમંત્રી કેતનભાઈ શેઠ અને વિણાબેન શેઠ વિ. એ આ અવસરે ખાસ અનુમોદના કરેલ હતી.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…