ગણપતિ આયો બાપા
૧૩ મીથી ૧૦ દિવસ રાજકોટ ગણપતિ બાપા મોરીયાના નાદથી ગુંજી ઉઠશે
ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવત ભાદરવા સુદ ચોથના રોજ ગણેશજીના જન્મદિવસ તરીકે મનાવવામા આવે છે. આ તહેવાર આવી રહ્યો છે.ત્યારે શહેરમાં ઠેક ઠેકાણે ગણેશજીની મૂર્તિઓ તૈયાર થઈ રહી છે.જેમાં વિઘ્ન હર્તા ગણેશજીના અલભ્ય મૂર્તિઓનું બજારમાં આગમન થયું છે. આ વર્ષે તા.૧૩ના દિવસથી ગણેશ ચતુર્થીનું પર્વ શરૂ થઈ રહ્યું છે. તહેવાર ૧૦ દિવસ સુધી ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂરો થાય છે. ગણેશોત્સવ પ્રસંગે સમગ્ર રાજકોટ ગણપતિ બાપા મોરીયાના નાદથી ગૂંજી ઉઠે છે. દર વર્ષની જેમ અવનવી ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે જેમાં લાલબાગ કા રાજા, ડગ શેઠ, બાલ ગણેશ જેવી અવનવી મૂર્તિઓ બજારમાં જોવા મળે છે.