યુધ્ધમાં ઉપયોગી એવા હેલીકોપ્ટર દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબીત થશે

કચ્છના મુન્દ્રા બંદરે વાયુ સેના માટેના લડાકુ ચાર ચિનુક હેલિકોપ્ટરનું આગમન થયું છે.હેલિકોપ્ટરની તમામ સામગ્રીને જોડીને હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવશે.યુદ્ધમાં ઉપયોગી એવા આ હેલિકોપ્ટર દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

IMG 20190210 WA0032

યુદ્ધના સમયે ઉપયોગમાં લેવાતા બોઇંગ સી.એસ. ૪૭ પ્રકારનાં ચાર ચિનુક હેલિકોપ્ટરનું નિર્માણ થઇ શકે તેટલી માત્રાની સામગ્રી કચ્છના મુન્દ્રા ના અદાણી બંદરે આયાત થઈ છે. અદાણી બંદરે મહત્ત્વની માલસામગ્રીની આયાત અને નિકાસ માટેની ટેક્નોલોજી સાથેની ઉપલબ્ધ સુવિધાઓને ધ્યાને લઇને દેશના સંરક્ષણ વિભાગ હસ્તકની આ ઉપયોગી તથા ગોપનીય યંત્રસામગ્રી આ બંદરગાહ ઉપર ઉતારવાની પસંદગી કરાઇ છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ,આ લડાકુ ચાર ચિનુક હેલિકોપ્ટરનું નિર્માણ સ્થાનિકે કરાશે અથવા તો આ માલસામાન તેના નિયત ગંતવ્યસ્થાન તરફ લઇ જવાશે ચિનુક હેલિકોપ્ટરના ઢાંચા તથા પાંખડા સહિતની પૂરજા સામગ્રી અલગ-અલગ પેક કરાયેલી આવી છે, જેને હવે જોડીને હેલિકોપ્ટરનું નિર્માણ કરાશે

આ લડાકુ ચિનુક હેલિકોપ્ટર વાયુ સેના માટે અને દેશની સુરક્ષા માટે મહત્વના સાબિત થશે.અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી બંદરે થોડા સમય પહેલાં અમદાવાદ મેટ્રો રેલવે સેવા માટેના ચાર કોચ પણ આયાત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.