- દર વર્ષ કરતાં આ વર્ષે કેરીનું આગમન એક સપ્તાહ મોડુ: ર00 બોકસની આવક થવા પામી
સૌરાષ્ટ્ર ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું ધમાકેદાર આગમન થવા પામ્યું છે.આ સાથે કેરીની સિઝનનો પ્રારંભ થવા પામ્યો છે.માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ ગણેશ ફ્રુટ કંપનીમાં ઉના પંથકમાંથી કેસર કેરીના 200 બોકસની આવક થવા પામી હતી.
ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની સિઝન દરમિયાન સાસણ ગીર,તાલાળા,ઉના,કચ્છ સહિતના પંથકમાંથી કેસર કેરીની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે.ત્યારે માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ હરાજીમાં કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 1900/-થી લઈને 3000/- સુધીના બોલાયા હતો.ગોંડલ માર્કેટ યાર્ડમાં દર વર્ષની કેસર કેરીની સિઝનના પ્રારંભના સમય કરતા આ વર્ષે કેરીનું આગમન એક સપ્તાહ મોડુ થવા પામ્યું છે.