- હોબેશ આવકના પગલે કેરીના ભાવમાં “રાહત” બોક્સની રૂ.1200ની બોલી લાગી: આગામી દિવસોમાં 10થી 12 હજાર કેરીના બોકસની આવક થશે
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે અને તેમાં વધારો પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ભાવનગર અને ગોંડલ જેવા અન્ય માર્કેટ યાર્ડમાં પણ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. શરૂઆતમાં ભાવ ઊંચા રહે છે, પરંતુ આવક વધવાની સાથે ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.તાલાલા માર્કેટ યાર્ડમાં પણ ટૂંક સમયમાં કેસર કેરીની સિઝનનો શુભારંભ થશે ત્યારે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં કેરીના 4000 બોક્સની આવક થવાથી બજારમાં કેરીની ઉપલબ્ધતા વધી છે. જેના પરિણામે, સ્વાભાવિક રીતે જ કેરીના ભાવમાં ઘટાડો નોંધાયો છે કેરીના શોખીનો માટે રાહત લઈને આવ્યા છે, કારણ કે હવે તેઓ પહેલાં કરતાં વધુ સસ્તા ભાવે સ્વાદિષ્ટ કેસર કેરી ખરીદી શકશે. વધુ આવકનો અર્થ એ પણ થાય છે કે બજારમાં તાજી અને સારી ગુણવત્તાવાળી કેરી મળવાની શક્યતા વધી જશે. આગામી દિવસોમાં કેરીની વધુ આવક અને માંગ પર નિર્ભર કરશે. તેમ છતાં, શરૂઆતમાં જ આટલી મોટી આવક થવી એ એક સકારાત્મક સંકેત છે.જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે એક જ દિવસમાં સર્વાધિક 4000 કરીના બોક્સની આવક થતા ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શરુઆતમાં માત્ર 400 થી 500 કેરીના સોક્સની આવક સામે 2.2000 નું બોક્સ મળતું તે આજે રૂ.800 થી રૂ.1200 નું બોક્સ મળી રહ્યું છે.જુનાગઢ માર્કેટ યાર્ડના વેપારી એસોસિયેશનના પ્રમુખ અંડ્રેમાન પણ જ્યારે જણાવ્યું હતું કે્ , આજે યાર્ડમાં સૌથી વધુ કેરીના બોક્સની આવક નોંધાઈ છે, એક જ દિવસમાં 4000 જેટલા કેરીના બોક્સ ઉતર્યા છે. સૌથી વધુ કેરી ગીર અને તાલાલા પંથકની બજારમાં આવી રહી છે. આજે કેરીના 10 કિલોના એક બોકસના રૂ.800 થી રૂ. 1200 ભાવે વેચાઈ રહ્યું છે.શરુઆતમાં જયારે કેરીની આવક થયેલ હતી, તે સમયેમાત્ર 400 થી 500 જેટલા કેરીના બોકસ આવક થયેલ હતી, તે સમયે રૂ.1500 થી રૂ.2000 ભાવ મળ્યો હતો, હાલ આવક વધતાભાવ પણ ઘટયા છે. અને આગામી દિવસોમાં હજુ 10 થી 15 હજાર જેટલા કેરીના બોકસની આવક થશે. તે સમયે કેરીના ભાવ રૂ.1000 ની અંદર આવી જશે, કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર છે! સ્વાદિષ્ટ ફળનો આનંદ માણી શકશે. જૂનાગઢ કેરીનું એક મોટું બજાર છે. કેરી રશિયાઓ ઉનાળાની આ મધુર ભેટનો સ્વાદ માણી શકશે.
- તાલાલા માર્કેટ યાર્ડમાં તા.26મીથી કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ
- આ વર્ષે સીઝન પાંચ દિવસ વહેલી શરૂ થશે: કેરીના રસિયાઓની આતુરતાનો અંત આવશે
તાલાલા કેરીનું હબ ગણાય છે અને અહીંથી જ કેસર કેરીની નવી સિઝનની શરૂઆત થાય છે. ત્યારે હવે ટૂંક સમયમાં તાજી અને મીઠી કેસર કેરીનો સ્વાદ માણી શકશે,તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની સિઝનનો શ્રીગણેશ સામાન્ય રીતે એપ્રિલના અંતમાં અથવા મે મહિનાની શરૂઆતમાં થાય છે. જો કે, ચોક્કસ તારીખ વર્ષના હવામાન અને કેરીના પાકની પરિસ્થિતિ પર આધાર રાખે છે. આ વખતે તાલાલા યાર્ડમાં કેસર કેરીની સિઝનનો શ્રીગણેશ તા. 26 એપ્રિલ, 2025 થી થશે. કેરીના રસિયાઓ હવે તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવકની રાહ જોઈ શકે છે.તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીભાઈઓ, એજન્ટો અગત્યની બેઠક માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા ની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં આગામી કેસર કેરીની સિઝન દરમિયાન કેરીનું વેચાણ કરવા આવતા ખેડૂતોને જરૂરી સવલતો મળે તેવા નિર્ણયો આ બેઠકમાં કરવામાં આવ્યા હતા. આ વર્ષે સીઝન પાંચ દિવસ વહેલી શરૂ કરતાં તારીખ 26 એપ્રિલથી કેસર ખરીદ વેચાણ શરૂ થશે ગત વર્ષ કરતા કેસર કેરીની સિઝન 42
દિવસ ચાલી હતી અને 10 કિલોગ્રામના પાંચ લાખ 96,700 બોક્સની આવક થઈ હતી. તાલાલા પંથકમાં આ વર્ષે આંબામાં અકલ્પનીય મોર આવ્યા હતા પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે મોટાભાગના મોર નાશ પામ્યા હતા, પંથકના 22 થી 25 જેટલા ગામોમાં કેરીના પાકને ખૂબ જ નુકસાન થયું હતું ગત વર્ષે બોક્સ નો સરેરાશ ભાવ 700 ઉપર રહ્યા હતા પરિણામે ઉત્પાદન કિસાનોને 41.77 કરોડથી પણ વધુ આવક થઈ હતી આ વર્ષે ઓછા પાકને કારણે ગત વર્ષ કરતાં કેસર કેરીના ભાવ ઊંચા રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.
યાર્ડમાં જરૂરી સવલતો ઊભી કરવામાં આવી છે: ચેરમેન સંજય શિંગાળા
તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આગામી કેસર કેરીની સિઝન દરમિયાન ખેડૂતો કેરીના જથ્થાબંધ વેપારીઓ કમિશનર એજન્ટોને કોઈ જાતની મુશ્કેલી નહીં પડે તે માટે જરૂરી સવલતો ઉભી કરવામાં આવી છે તે માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજય સિંગાળા જણાવ્યું હતું કે તાલાલા માર્કેટિંગ યાર્ડના કેસર કેરીના પોષણ અને સારા ભાવ મળી રહે માટે પાકે તે સારી ગુણવત્તાસભર કેસર કેરી લાવવા કેસર કેરીના ઉત્પાદકો, કિસાનો, તાલાલા માર્કેટિંગ યાર્ડના પદ -અધિકારીઓ વેપારીભાઈઓને અનુરોધ કર્યો છે