માણાવદર, જીગ્નેશ પટેલ
કરણી સેના વિવિધ રાજ્યોમાં પોતાના સંગઠનો વિકસાવી રહી છે. દરેક રાજ્યના જિલ્લા તાલુકાના ગામોમાં પોતાનો પગપેસારો કરીને સેનાના હોદેદારોની નિમણૂકો કરી રહી છે. ત્યારે આજરોજ ગુજરાત રાજ્ય કરણી સેનાના અધ્યક્ષ જે.પી. જાડેજાના નેતૃત્વ નીચે માણાવદર રાજપૂત સમાજ ખાતે એક બેઠક મળી હતી. આ મિટિંગમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિવિધ હોદ્દા ઉપર આગેવાનોની નિમણૂંક કરવામાં આવી હતી. આ દરમિયાન તાલુકાભરના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ મીટીંગમાં ચર્ચા વિચારણાના અંતે માણાવદર તાલુકા કરણી સેનાની વરણી કરવામાં આવી હતી. માણાવદર તાલુકા રાજપુત કરણી સેનાના અધ્યક્ષ તરીકે ક્ષત્રિય યુવા અગ્રણી મહેન્દ્રસિંહ નિર્મળસિંહ ચુડાસમા (મેહુલસિંહ)ની સર્વાનુમતે વરણી થઈ હતી. જ્યારે ઉપાધ્યક્ષ પદે રાજભા જોરૂભા ચાવડા, પ્રભારી તરીકે બીજરાજ સિંહ પ્રદ્યુમનસિંહ, તથા મહામંત્રી તરીકે નરેન્દ્રસિંહ ભીખુભા ઝાલા, મંત્રી તરીકે ભરતસિંહ મહિપતસિંહ ચુડાસમા તેમજ સંરક્ષક હોદ્દા ઉપર વિક્રમસિંહ મનુભા ચાવડા અને સહરક્ષક પદ ઉપર પૃથ્વીરાજસિંહ ઝાલા નિમણુંકો કરવામાં આવી હતી.
ગુજરાત રાજપૂત કરણી સેના અધ્યક્ષ જે.પી. જાડેજાએ માણાવદરની મુલાકાત લઇ આ તાલુકામાં કરણી સેનાની સ્થાપના કરી છે. આ મિટિંગમાં જૂનાગઢ જિલ્લાના રાષ્ટ્રીય રાજપુત કરણીસેના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પ્રભારી જયદીપસિંહ સરવૈયા, મંત્રી હરપાલસિંહ અજયસિંહ પરમાર, ઘનશ્યામસિંહ વાઘેલા, વિશ્વરાજસિંહ જાડેજા, ભવાનીસિંહ રાયજાદા, જીતેન્દ્રસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.