અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી અને રાજયપાલે આવકાર્યા; સાંજે હાઈકોર્ટના જજીસને મળશે: કાલે તલગાજરડામાં પૂ.મોરારીબાપુને મળશે
અબતક,રાજકોટ
ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું આજે બપોરે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતુ. પ્રોટોકોલ અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા ખૂબ સચિવ પંકજ કુમારે તેઓને આવકાર્યા હતા. તેઓ આગામી શનીવાર સુધી ગુજરાતમાં રોકાણ કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાત પર છે બપોરે 12 કલાકે તેઓનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતુ. જયાં તેઓનું મુખ્યમંત્રી, રાજયપાલ અને મુખ્યસચિવ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેઓ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રોકાણ કર્યું હતુ. સાંજે રાષ્ટ્રપતિ હાઈકોર્ટ સહિતના વિવિધ કોર્ટના ન્યાયધીશને મળશે રાત્રી રોકાણ પણ રાજભવન ખાતે કરી આવતી કાલે સવારે 9.30 કલાકે અમદાવાદથી ભાવનગર જવા રવાના થશે. જયાં તેઓ ભાવનગર હેલીપેડથી મહુવાના તલગાજરડામાં જશે અને પ્રખર રામાયણી પૂ. મોરારીબાપુ સાથે મૂલાકાત કરશે અને અંદાજે 45 મીનીટ મોરારીબાપુ સાથે પ્રસાર કરશે.બપોરે 3.15 કલાકે રાષ્ટ્રપતિ ફણી ભાવનગર પરત ફરશે અને ત્યાં 1088 આવાસનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ હાજરી આપશે. આવતીકાલે તેઓ ભાવનગર ખાતે રાત્રી રોકાણ કરશે. પ્રધાન મંત્રી આવાસ યોજન હેઠળ બનતા મકાનોનું પ્રેઝન્ટેશન નિહાળશે શનિવારે સવારે રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના થશે.