‘બહેનાને ભાઈ કી કલાઈ પે’….
ભાઈ-બહેનનાં સંબંધોને એક તાંતણે બાંધતા રક્ષાબંધનના પર્વને હવે વેઢે ગણ્યા દિવસો બાકી રહેતા બજારોની રોનક વધી: મેરે ભૈયા, બ્રો, ભાઈના લખાણ વાળી રાખડીઓનો ટ્રેન્ડ
રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમનો અકે અતુટ સંબંધમાં બાધતો દિવસ ભાઈ બહેનના પ્રેમને ઉજાગર કરતો દિવસ, ભાઈ બેનના આ સંબંધને માત્ર એક દોરાથી જ નહી પણ હેતના તાંતણે બાંધવામાં આવે છે.
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્કેટમાં રાખડીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને રાજકોટીયન્સ સ્ટોન વાળી રાખડી વધુ પસંદ કરી રહ્યા છે તો બીજી તરફ રક્ષા બંધન અને ૧૫ ઓગષ્ટ એક જ દિવસે હોવાથી રાખડીમાં પણ આઝાદીનો રંગ લાગ્યો છે. રાજકોટમાં સામાન્ય માણસની જેમ જ દિવ્યાંગ બાળકો દ્વારા પણ અદભૂત રાખડી બનાવવામા આવી છે. અને તેમાંથી એકત્રિત થતી આવક પણ બાળકો અર્થે ખર્ચ કરાય છે.
આ વર્ષે રાખડીમા અવનવી વિવિધતા આવી છે. જેમાં ‘મેરે ભઈયા’ બ્રો મેરે વીરા’ મેરે ભઈયા રાખડી આવી છે. આ વખતે સ્ટોન, રોઝ ગોલ્ડની ડિમાન્ડ સારી છે. તથા ભાભી માટે લૂમ્બા રાખડીનું પણ સારૂ કલેકશન જોવા મળી રહ્યું છે.
રાખડીમાંથી એકત્રિત થતુ ફંડ બાળકોના ઉપયોગમાં લેવાય છે: હિનાબેન ભુવા
અબતક સાથેની વાતચિત દરમિયાન હિના ફાઉન્ડેશનના હિનાબેન ભુવાએ જણાવ્યું હતુ કે દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા ૪ વર્ષથી ચલાવું છું જેમાં ૩૫ બાળકો છે. જેમાં તેઓ પોતાની હાથે પોતાની કાંઈ ક્રિયા ન કરી શકતા હોય જમવાનો, કપડા પહેરવાનો વગેર તો તેમને અમે અહિંયા બધી ક્રિયા શિખવી છીએ.
ત્યારે રક્ષાબંધન નજીક આવતી હોવાથી અમે આ બાળકોને રાખડી બનાવતા શિખવાડીએ છીએ. કારણ કે એ બાળકો પોતાની રીતે આવી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં કરી શકે. જે રાખડી બાળકો બનાવે છે. તે બધી રાખડી જે લોકો અમારી સાથે સંસ્થામાં જોડાયેલા છે. તે લોકો રાખડી લઈ જાય છે. રાખડીમાંથી આવેલ ફંડ અમે બાળકો માટે જ ઉપયોગમાં લઈએ છીએ.
૧૫ ઓગષ્ટે રક્ષાબંધન છે. તેથી અમે અત્યારથી જ બાળકોની રાખડી બનાવતા શિખવાડીએ છીએ દસ હજાર જેટલી રાખડી બનાવી છો જેમાં વાત કરૂ તો બધા જ બાળકો નથી બનાવી શકતા જે લોકો બનાવી શકે તેના દ્વારા આટલી રાખડી બનાવીએ છીએ.
બાળકોએ બનાવેલી રાખડી અમારા ઘણા બધા જે લોકો સંસ્થામાં દાતાઓ જોડાયેલા છે. જેઓ અમદાવાદ સુરત તથા વિદેશમાં પણ રહે છે તો તેઓ અમને ફોન કે મેસેજ દ્વારા અમારી રાખડી મંગાવે છે અને આપણે મોકલીએ છીએ.
વુડન રાખડીનો આ વર્ષે અનોખો ક્રેઝ: લખન ઠકકર
અબતક સાથેની વાતચીતમાં સુનીલ રાખીના લખન ઠકકરએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી રાખડીના ધંધા સાથે જોડાયેલા છીએ. આ વખતો રાખડીની નવી ડીઝાઇનમાં એનટીક રાખી, રોઝગોલ્ડ, તથા વુડન રાખીનો ખુબ જ સારો ક્રેઝ છે. જે માર્કેટમાં ખુબ જ સારી રીતે ચાલી રહી છે. અમે બનાવેલ રાખી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી વગેરે જગ્યાએ આપીએ છીએ અને ત્યાંથી ચેક થયા બાદ એકસ્પોટ થાય છે. જેમ કે યુકે, યુસ, કરાચી પાકિસ્તાન વગેરે જગ્યાએ મોકલાય છે.
અમારી રાખડીની વિશેષતાની વાત કરું તો સ્ટોન વર્કની રાખડી કાસ્ટીંગની રાખડી માર્કેટમાં ખુબ ચાલી રહી છે. તે જ અમારી વિશેષતા છે.
જીએસટીના કારણે રો મટીરીયલમાં થોડો વધારો થવાના કારણે રાખડીના ભાવમાં થોડો વધારો થયો છે.
રોમટીરીયલમાં ચાઇનાથી જે સ્ટોન આવે છે તથા મેટલની આઇટમનો રાખડીમાં વધુ ઉપયોગ થાય છે. નાના બાળકો માટેની રાખડી મોટાભાગે ચાઇનાથી આવે છે જેમાં ડોરેમોન, છોટાભીમની રાખડી વધુ ચાલે છે.
સ્ટોનબેઇઝ રાખડી વધુ વેચાય છે: લાલાભાઇ વસાણી
અબતક સાથેની વાતચીત દરમ્યાન શ્રી ક્રિષ્ના રાખીના લાલભાઇ વસાણીએ જણાવ્યુ હતું કે હું ત્રણ વર્ષથી રાખડીના ધંધા સાથે સંકળાયેલ છું અમે રાખડીનું મેન્યુફેકચીરંગ કરીએ છીએ અને તેનું વેચાણ પણ કરીએ છીએ રાખડીમાં રાજકોટમાં સ્ટોન બેઇઝ રાખડી પર વધુ ફોકસ હોય.
અમારી બનાવેલ રાખડી નોર્થ, સાઉથ, ઇસ્ટ બધી જ જગ્યાએ મોકલવામાં આવે છે. અમારી રાખડીની વિશેષતાએ છે કે અમે ફેન્સી રાખડી વધુ બનાવીએ છીએ.જેમાં લેડીઝ પોતાના હાથે બનાવે તેવી ફેન્ડીક્રાફટેડ આઇટમસ વધુ હોય જીએસટીના કારણે થોડા ભાવ વધારો થયો છે.
અમારી બનાવેલી રાખડી રાજસ્થાન, યુ.પી. ઉત્તર ભારતમાં જાય છે: હિતેષભાઇ ઠકકર
અબતક સાથેની વાતચીત દરમ્યાન મારુતી રાખીના માલીક હિતેષભાઇ ઠકકર એ જણાવ્યું હતું કે કે હું રાખડીના ધંધા સાથે બે વર્ષથી સંકળાયેલ છું જો રાજકોટની વાત કરીએ તો રાજકોટની થીમ છે તે એવી છે તેમાં લોકો સ્ટોન વર્ક કરેલ રાખડી વધુ ચાલે છે જેને સ્ટોનરાખી કહેવાય
અમે વર્ષ દરમ્યાન બનાવેલ રાખડી રાજસ્થાન, યુપી, નોર્થ ઇન્ડીયા વગેરે જગ્યાએ મોકલાવી છીએ. અમે રાજકોટમાં જ મેન્યુફેકચર કરીએ છીએ. જેમાં રાજકોટ સહીત આજુબાજુના નાના નાના ગામોમાં સ્ત્રીઓ ઘરે ઘરે જોબ વર્ક, હેન્ડ મેડ કામ કરે છે. રાખડીના ભાવની વાત કરું તો દોઢ-બે રૂપિયાથી શરુ થઇ ૧૦ રૂપિયાની રાખડીઓ અમે બનાવીએ છીએ.