દેશમાં નિર્ધારીત સમય કરતા ૩ દિવસ વહેલુ નૈઋત્યનું ચોમાસુ પહોંચ્યું
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની સત્તાવાર જાહેરાત
હવામાન વિભાગના કહેવા મુજબ હજુ ૨૪ કલાક બાદ કેરળમાં ચોમાસુ દસ્તક દેશે
આવતીકાલી ૩ દિવસ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સામાન્ય વરસાદની શકયતા
સુરત અને અમદાવાદ સહિત રાજયના અનેક સ્ળોએ વાતાવરણમાં પલ્ટો
દેશમાં ચોમાસાનું આગમન થઈ ચૂકયું હોવાની સત્તાવાર જાહેરાત ખાનગી હવામાન સંસ સ્કાયમેટ દ્વારા કરાઈ છે. જો કે, ભારતીય હવામાન વિભાગના વરતારા અનુસાર આગામી ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસુ ત્રાટકશે. બીજી તરફ આવતીકાલી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સામાન્ય વરસાદની શકયતા છે. હવામાન વિભાગના કહેવાનુસાર સુરત અને અમદાવાદ સહિત રાજયના અનેક સ્ળોએ હળવા ઝાપટા પડી શકે છે. રાજયના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. લોકોને તડકાથી આંશીક રાહત મળી છે.ચોમાસા માટે ઘણા પરિબળો ચાલુ વર્ષે સાનુકુળ રહ્યાં છે.
ચોમાસુ ત્રણ દિવસ વહેલુ બેસશે તેવા સંજોગો છે. આગામી ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસુ ત્રાટકશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં સ્થિતિ ઉલ્ટી જોવા મળી રહી છે. ઝારખંડમાં વાવાઝોડા અને વીજળીએ તબાહી મચાવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. વીજળી પડવા તા આંધીના કારણે ઝારખંડ તેમજ મધ્યપ્રદેશમાં ૩૧ લોકોના મોત નિપજયા હોવાનું જાણવા મળે છે.
ચોમાસાએ દેશમાં વહેલા દસ્તક દેતા ખેડૂતોએ વાવણીની તૈયારીઓ પણ વહેલી કરવી પડશે. ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય-સારૂ રહે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. સાઉ વેસ્ટમાં સાનુકુળ પરિબળોના કારણે વરસાદ સારો રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.