અશોક થાનકી(પોરબંદર):ભારતીય લશ્કરમાં નૌસેનાનું ખુબજ મહત્વ રહ્યું છે. વિશાળ દરિયા કિનારાની સુરક્ષા માટે 24 કલાક જાગતા પહેરાની જવાબદારી ધરાવતા ઈન્ડિયન કોસ્ટગાર્ડને આજે 12મી જુને આધુનિક ટેકનોલોજીસભર સજગનું નવું ઉપહાર પ્રાપ્ત થયું છે.
પોરબંદર ખાતે કોસ્ટગાર્ડ દ્વારા સજગને આવકારવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. ગોવા શિપયાર્ડમાં બનેલા સજગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાની ફલશ્રુતિ ગણવામાં આવે છે.
આધુનિક ટેકનોલોજી અને 28 નોટની ઝડપ ધરાવતા
અશોક થાનકી(પોરબંદર):ભારતીય લશ્કરમાં નૌસેનાનું ખુબજ મહત્વ રહ્યું છે. વિશાળ દરિયા કિનારાની સુરક્ષા માટે 24 કલાક જાગતા પહેરાની જવાબદારી ધરાવતા ઈન્ડિયન કોસ્ટગાર્ડને આજે 12મી જુને આધુનિક ટેકનોલોજીસભર સજગનું નવું ઉપહાર પ્રાપ્ત થયું છે. પોરબંદર ખાતે કોસ્ટગાર્ડ દ્વારા સજગને આવકારવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. ગોવા શિપયાર્ડમાં બનેલા સજગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાની ફલશ્રુતિ ગણવામાં આવે છે.
આધુનિક ટેકનોલોજી અને 28 નોટની ઝડપ ધરાવતા સજગનું દરિયાઈ પેટ્રોલીંગ સુરક્ષા સંગીન બનાવી દેશે
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલ દ્વારા આ જહાજને મંજૂર કરવામાં આવ્યું હતું. પોરબંદરથી સમગ્ર રાજ્યના દરિયાકાંઠાની સુરક્ષા, રેસ્કયુ અને પેટ્રોલીંગની કામગીરી સજગ દ્વારા સંભાળવામાં આવશે. ભારતીય નૌસેનામાં કોસ્ટગાર્ડ વિભાગમાં સજગનું ખુબજ મહત્વ રહ્યું છે. 105 મીટર લંબાઈની શ્રેણીના પેટ્રોલ સંચાલીત સજગ ભારતીય કોસ્ટગાર્ડમાં સુરક્ષા માટે સદા તત્પર રહ્યું છે.
રેડી રીલેવેન્ટ અને રિસ્પોન્સીવની ફરજ સુપેરે બજાવતા સજગમાં ઈન્ટેગ્રેટેડ બ્રીજ સીસ્ટમ, મશીનરી કંટ્રોલ સીસ્ટમ, પાવર મેનેજમેન્ટ અને બે હાઈસ્પીડ શી બોટથી ફુલ્લી લોડેડ જર્મન ટેકનોલોજીથી બનાવેલા આ જહાજની ઝડપ 26 ક્નોટસની જાણવા મળે છે. 9 મેગા વોલ્ટ ડિઝલ એન્જીનની વધારાની શક્તિ ધરાવતા સજગમાં રિમોટ કંટ્રોલ સીસ્ટમ પણ ઉપલબ્ધ છે. પેટ્રોલીંગ માટેની તમામ સાધન સામગ્રી, ઓટોમેટીક વેપન્સ સીમ્યુલેટર, એડવાન્સ લાઈટ હેલીકોપ્ટર, સીંગર એન્જીન ચેતક ચોપર અને પ્રદુષણ નિયંત્રણ વ્યવસ્થા અને 12 અધિકારીઓ તેમજ 99 કર્મચારીઓ સાથે સજગ કોસ્ટગાર્ડ માટે જાગતી આંખ બની રહેશે.
ઈન્સ્પેકટર જનરલ રાકેશ પાલ કોસ્ટગાર્ડ કમાન્ડર, ઉત્તર-પૂર્વ વિભાગ દ્વારા પોરબંદર ખાતે આઈસીજીએસ સજગને આવકાર્યું હતું. કોસ્ટગાર્ડની સુરક્ષા, સલામતી અને શક્તિમાં સજગ વધારો કરશે અને ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા વધુ સંગીન બનશે.