પ્રારંભે ભાવ ઉંચા, પણ આવક વધતા ભાવ ઘટવાની સંભાવના

જામફળ, સીતાફળ, સફરજન જેવા ફળોની સીઝન ચાલી રહી છે સાથે સાથે શિયાળાની ફુલ ગુલાબી ઠંડી જામવા લાગી છે લોકો દેવદિવાળી અને લગ્નસરાની ખરીદીમાં વ્યસ્ત છે. આવા માહોલ વચ્ચે શકિતવર્ધક આમળા, શિંગોડા અને નાના મોટાના ખાસ િ૫્રય ચણિયા બોરનું આગમન થયું છે. ગત વર્ષે સારા વરસાદને કારણે વિવિધ ફળોની ધુમ આવક થઇ હતી. હાલ આમળા, શિંગોડાના ભાવો થોડા વધુ છે પણ આવક વધુ થતા ભાવો ઘટવાની શકયતા સેવાઇ રહી  છે.

આયુર્વેદની પ્રથમ પાંચ ઔષધિમાં સ્થાન પામતું આમળુ…..

ભારતના રૂષિ મુનિઓએ ગોળ, લીલું, ખટુ આમળાને આયુર્વેદની પ્રથમ ઔષધીમાં સ્થાન આપ્યું છે. માત્ર આપણને તુરાં સ્વાદના લાગતા આમળામાં છ રસ છે એટલે કે તીખો, ખાટો, તુરો, મીઠો, ખારો અને કડવો રસ છે.

શિયાળામાં પ્રાપ્ત થતું આ ફળ શરીરના ત્રણેય દોષ એટલે કે વાત, કફ અને પિત્તને સંતુલીત કરે છે. આયુર્વેદમાં આમળાને એક રસાયણ માનવામાં આવે છે.

આજકાલ આમળાનો ઉપયોગ માત્ર હેર ઓઇલ બનાવવા પુરતો જ રહી ગયો છે. પરંતુ આમળા ખાવા અનેક રીતે ગુણકારી છે. આમળામાં વીટામીન-સી ભરપુર માત્રામાં હોય છે. આમળા ખાવાના ફાયદાઓ જોઇએ તો તે શરીરમાનું કોલેસ્ટ્રોલ ઘટાડે છે. શરીરના ઝેરી તત્વોને બહાર કાઢે છે તો કેન્સર જેવા રોગો સામે પણ દિવાલ બનીને ઉભા રહે છે.

સ્ત્રીઓ ખાસ કરીને તેલની ત્વચાની કાળજી બાખતી હોય છે ત્યારે આમળા ખાવાથી સ્ક્રીન પરની કરચલીઓ દૂર થાય છે.

ખાસ કરીને તુરાં લાગતા આમળા બાળકો ખાવાનું પસંદ કરતા નથી. માતા-પિતા તેના બાળકોને આમળા ખવડાવવા કોશીશ કરતા હોય છે. પરંતુ ચ્યવનપ્રાસ જે આમળાની પૂર્તિ કરે છે. ચ્યવનપ્રાસ જે આમળાને સ્વાદપ્રિય સ્વરૂપમાં પરિવર્તિત કરે છે.

વૃઘ્ધોને પણ યુવાન બનાવી દેતા ચ્યવનપ્રાશમાં ૭૦ થી ૭૫ ટકા આમળાનું પ્રમાણ હોય છે.

આજે દેશના મોટાભાગના લોકો ડાયાબીટીશથી ત્રસ્ત છે. ત્યારે આ રોગમાં આમળા ખુબ ફાયદાકારક છે અને ડાયાબીટીશને કંટ્રોલ કરે છે. આ ઉપરાંત કબજીયાતમાં પણ આમળા ખુબ રાહત આપે છે. કબજીયાત સર્વે રોગોનું મુળ છે ત્યારે આ દર્દમાં દરરોજ સવારે આમળાનું જયુશ પીવાથી કબજીયાતની તકલીફ દૂર થાય છે.

બજારમાં સસ્તા અને સુલભતાથી મળી જતા આમળા શરીર માટે અનેક રીતે લાભદાયક છે.

…એ આવી મીઠી મધુરી શેરડી

DSC 0075

નૂતન વર્ષના પ્રારંભે એટલે કે દેવ ઉઠી એકાદશી પૂર્વે શહેરમાં શેરડીનું આગમન થઇ જાય છે. જો કે શેરડીનું ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિઓ પણ ખુબ જ મહત્વ છે. એટલે જ શેરડીને ધરતીનું અમૃત કહેવામાં આવે છે. તુલસી વિવાદ દેવદિવાળીએ અગાસી કે ફળીયામાં શેરડીનો મંડપ શણગારવામાં આવે છે. અને એ બધુ શકય ન થઇ શકે તેમ હોય તો એક કે બે શેરડી તુલસી કયારે રાખી અને પુજન અર્ચન કરવામાં આવે છે. આમ ધાર્મિકની સાથે સાથે આયુર્વેદની દ્રષ્ટિએ પણ શેરડી નો રસ અનેક રોગોમાં ઔષધીનું કામ કરે છે અને તેના સારા પરિણામ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.