‘આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીની થીમ દ્વારા ગણેશજીને શ્રૃંગાર
એરપોર્ટ રોડ પર આવેલી વસુંધરા રેસિડેન્સીમાં 13માં વર્ષે ગજાનન ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. સાડાસાત ફૂટની પ્રતિમાનું નવ દિવસ પૂજન અર્ચન કરવામાં આવશે.
સોસાયટીની ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ની થીમ પર આધારિત ગણેશજીની મૂર્તિ ને તિરંગા કલરની પાધડી બાંધવામા આવી છે અને સમગ્ર મંડપને પણ કેસરી સફેદ અને લીલા રંગથી સજાવવામાં આવ્યો છે. જ્યારે સાડા સાત ફૂટ ઉંચાઈ ની ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. નવ દિવસ ની ઉજવણી દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા, છપ્પન ભોગ, સંગીત સંધ્યા, ભક્તિ સંગીત, બાળકો માટે રમતગમત, વગેરે કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ગણેશોત્સવ ને સફળ બનાવવા માટે સોસાયટી ના પ્રમુખ શરદ દવે, દિનેશભાઈ સોમૈયા, અમિતભાઇ માંડવીયા, વિરેન્દ્ર ખખ્ખર, નરેન્દ્ર સખીયા, તેજસ ચૌહાણ, મનોજ જુરાણી, સંજય પુજાર, રાજ રૂવાલા, નિલેશ વોરા, અમુભાઈ આણદાણી, દિપક જીવરાજાની જેંમત ઉઠાવી રહ્યા છે.