પંછી નદીયા પવન કે જોકે કોઇ સરહદ ઇને ના રોકે
સાઈબીરિયા, રશિયા, મધ્ય એશિયા, ઉત્તર એશિયા, ઈરાન, ઈરાક, નોર્વે, સ્વિડન, ડેન્માર્ક, હોલેન્ડ, ભારતના ઠંડા પ્રદેશો, તિબેટના પક્ષીઓએે નળ સરોવમાં ધામાં નાખ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના રણમાં અને ખાસ કરી નળ સરોવરમાં દર વર્ષે શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થતાં જ વિદેશી પક્ષીઓનું આગમન થઈ રહ્યું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લા અને નળ સરોવર નો જે કાંઠો પડી રહ્યો છે ત્યાં પણ વિદેશી પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે તેવા સંજોગોમાં રણમાં પણ અનેક વિદેશી પક્ષીઓ ધામા નાખ્યા છે ત્યારે ખાસ કરી મુખ્ય-20 દેશોના અલગ-અલગ પ્રકારના પક્ષીઓ નળ સરોવર અને જિલ્લાના રણમાં દર વર્ષે ધામા રાખી રહ્યા છે.
ત્યારે ગુજરાતના સાણંદ નજીક અને સુરેન્દ્રનગર જિલ્લા ને અડતા આવેલ નળ સરોવર પક્ષી અભયારણ્યમાં શિયાળાનું આગમન શરૃ થતાં હજારો વિદેશી પક્ષીઓનું દર વર્ષે આગમન શરૃ થઈ જાય છે. હાલમાં નળ સરોવરમાં 65 હજાર જેટલા વિદેશી પક્ષીઓના ધામાથી જાણે કુદરતે ચાર ચાંદ લગાવ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પક્ષીઓ હાલમાં પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના 120 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા નળ સરોવર રામસર સાઈટ તરીકે ઓળખાય છે. નળ સરોવરમાં 300થી વધુ બેટ આવેલા છે. અહીંયાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિદેશીપક્ષીઓનો નજારો જોઈને અભિભૂત થાય છે. આ જગ્યાએ 256 પ્રકારના પક્ષીઓ અને 76 પ્રકારની વનસ્પતિઓ અને 19 પ્રકારની મત્સ્ય પ્રજાતિઓ, 11 પ્રકારના સરિસૃપ અને 13 પ્રકારના સસ્તન પ્રાણીઓ જોવા મળે છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા પ્રવાસી રિસોર્ટ પણ શરૃ કરાયા છે.નળ સરોવરમાં ગુલાબી ઠંડીનો પ્રારંભ થતાની સાથે બતકો, હંસ, કુંજ, વાબગલી, ધોળકા, પેણ, ઢોક, ફ્લેમિંગો, સુરખાબ, રાજહંસ, ગારખાદ, રાતાપગ, રૃપેરીપણ, શંખલો, ટીટોડી, નાની ખલિલી, સેન્ડપીયરનું આગમ થયું છે.
આ વિસ્તારને નળકાંઠા તરીકે ઓળખવામાં આવે છે. નળકાંઠાના 14 ગામોમાં મુખ્ય વસ્તી પઢાર તરીકે ઓળખાય છે. તેઓ નળ સરોવરમાં માછીમારી કરી ગુજરાન ચલાવે છે. અગાઉ માછીમારો પઢારને 90 ટક સબસિડી સાથે માછીમારીની જાળ, સાઈકલ તથા હોડી વગેરે આપવામાં આવતા હતા, પરંતુ તેઓ આ જાળનો પક્ષીઓના શિકાર માટે ઉપયોગ કરવા લાગ્યા. આ શિકારને રોકવા માનવ સેવા ટ્રસ્ટ, સાણંદના મનુભાઈ બોરોટે ઘણા પ્રયાસો કર્યા.ત્યારે હાલમાં મોટી સંખ્યામાં નળ સરોવર વિસ્તારમાં દિવાળીના સમયે પર્યટકો જઈ રહ્યા છે અને પોતાના પરિવાર સાથે આ વિદેશી પક્ષીઓને જોવાનો નજારો માણી રહ્યા છે.