રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી 280 એકરમાં આકાર લઈ રહ્યું છે પ્રાણી સંગ્રહાલય: કાર્ગો પ્લેનમાં આવ્યા પ્રાણીઓ

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આકાર લઈ રહેલા એશિયાના સૌથી મોટા ઝૂમાં વિદેશથી પ્રાણીઓનું આગમન થયું છે. જેમા વાઘ,રીંછ,ચિત્તા, શાહુડી, જગુઆરેંડી, લિંક્સ, ટેમાનાડસ, ઓકેલોટ અને અમેરિકન મોટી બિલાડી ફલાઇટમાં જામનગર પહોંચ્યા છે.

જામનગરમાં નિર્મિત પ્રાણીસંગ્રહાલય માટે વિદેશમાંથી પ્રાણીઓ લાવવામાં આવ્યાં છે. વિમાન મારફતે દક્ષિણ આફ્રિકાના મોરાક્કોથી આ પ્રાણીઓને જામનગરમાં લાવવામાં આવ્યાં છે. પ્રાણીસંગ્રહાયલ માટે 27 વાઘ, 10 રીંછ, 10 ચિત્તા, 10 શાહુડી, 10 જગુઆરેંડી, 10 લિંક્સ, 4 ટેમાનાડોસ, 3 ઓકેલોટ અને 10 અમેરિકન મોટી બિલાડી લાવવામાં આવી છે. આ તમામ પ્રાણીઓને મોડી રાત્રે રશિયન કાર્ગો વિમાન મારફતે લાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં અન્ય પ્રાણીઓ પણ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. જેના માટે આ તમામ પ્રાણીઓને લાવવામાં આવ્યાં છે.

ગ્રીન્સ ઝુલોજિકલ’, ’રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ના નામે જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલય લોકો માટે ખૂલ્લું રહેશે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન મેળવવા માટે આકાર લઇ રહ્યું છે. મહત્વનું છે કે, કોરોના અને લોકડાઉનના કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. પણ હાલ ઝડપથી તેણે આખરી ઓપ આપવાનું કામકાજ ચાલી રહ્યું છે.

જામનગરનું રેસ્ક્યૂ સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે. આ સંગ્રહાલય આમ જનતા માટે ખૂલ્લુ નહીં રહે. રેસ્ક્યૂ સેન્ટર રિલાયન્સની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. તે ઇજાગ્રસ્ત કે માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજ્ય સરકારના વનવિભાગને સહાય કરવા માટે બનાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.