4 જેટલા ધન્વંતરી રથોનું પ્રયાણ કરાયું

સરકાર દ્વારા હાલ કોવિડ 19 ને ધ્યાને લઈને સમગ્ર ગુજરાતભર માં ધન્વંતરી રથ દોડાવીને લોકોને ઉકાળો વિતરણ કરવામાં આવી રહ્યો છે, આયુર્વેદ ઉકાળા ના માધ્યમથી લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેને ધ્યાન રાખીને ધન્વંતરી રથ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, સુરેન્દ્રનગર જિલ્લાના દરેક તાલુકા ના આરોગ્ય વિભાગને આ રથો મોકલવામાં આવ્યા છે ત્યારે ચોટીલા પંથક માં 4 જેટલા રથો આવી પહોંચ્યા હતા.

જેમાં ચોટીલા પંથકના પીપીરાળી, મોરસલ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આ ધન્વંતરી રથ દ્વારા ગ્રામ્ય લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે બાબત ધ્યાને રાખીને ઉકાળો વિતરણ કરવામાં આવ્યો હતો, તેમજ હજુ પણ આગામી દિવસોમાં ધન્વંતરી રથો તાલુકાના અન્ય ગ્રામ્ય પંથકોમાં જઈને લોકોને ઉકાળો વિતરણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.