રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે ત્યારે હવે એ ઘડીને કલાકોની ગણતરીની વાર છે. આ શુભ ઘડીને વધાવવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ હીરાસર એરપોર્ટ પર પહોચી ગયા છે. એ ઉપરાંત ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હીરાસર એરપોર્ટ ઉપસ્થિત થયા છે.
હીરાસર એરપોર્ટ પહોચતા મુખ્યમંત્રી અને ઉડ્ડયનમંત્રીનું રાજકોટ મેયર ડો.પ્રદીપ ડવ, ભાનુબેન બાબરિયા, ડો. દર્શિતા શાહ, મોહનભાઈ કુંડારિયાએ ભવ્ય સ્વાગત કર્યું હતું.