શિયાળાની ઋતુનું ધીમા પગરવ સાથે આગમન થઈ ચૂકયું છે. શિયાળાની સિઝનને લગતા ફળો પણ બજારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આમળાની વાત કરીએ તો શિયાળાની સીઝન અને આમળા એકબીજાના પર્યાય વિટામીન સીથી ભરપૂર આમળા રોગપ્રતિકારક શકિત વધારવામાં ખૂબજ ફાયદા કારક છે. આયુર્વેદમાં આમળાની ગણના રસાયણ ફળ તરીકે કરવામાં આવી છે. આમળાને યૌવનફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવાજ દળદાળ ખાટા આમળાનું બજારોમાં આગમન થઈ ચૂકયું છે. ગૃહિણીઓ હોંશે હોંશે આમળાની ખરીદી કરી તેમાંથી અથાણા સહિતની અનેકવિધ આઈટમો બનાવશે.
શિયાળુ ફળમાં ઉત્તમ ગણાતા આમળાનું બજારમાં આગમન
Previous Articleઅમિતાભને મળવું તે જીવનનો અમૂલ્ય અને અવિસ્મરણીય અવસર: ડો. હપાણી
Next Article રુ.૧૦નો સિક્કો લેવાનો ઇનકાર પડશે ભારે….!