- પ્રવીણ ભાલાળા અને એક યુવતી વિરૂધ્ધ હનીટ્રેપની નોંધાઈ હતી ફરિયાદ
- હનીટ્રેપમાં યુવકને ફસાવનાર દક્ષા જીવાણીની ધરપકડ
સુરતમાં ફરીયાદીને લોનના બહાને રેપના કેસમાં ફસાવી ધમકાવીને આરોપીએ રૂ. 14 લાખ પડાવી લીધા હતા. જેમાં દિવ્યા ઉર્ફે દક્ષા મારફતે ફરિયાદીના અર્ધ-નગ્ન હાલતમાં યુગલ રોમાન્સ માણતા હોઈ તેવા ફોટા પાડી લીધા હતા. જે મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રવીણ ભાલાળા અને એક યુવતી વિરૂધ્ધ હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત વરાછા પોલીસે હનીટ્રેપમાં યુવકને ફસાવનાર યુવતી દક્ષા જીવાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કાર લોન માટે કોલ કરી વેપારીને યુવતીએ ફસાવ્યો હતો જેમાં યુવતીએ ફોટા-વીડિયો મોકલી ફરવા જવાની ઓફર આપી હતી અને દિવ્યા વેપારી હિતેશ બોરડને હોટેલમાં લઈ ગઈ હતી અને બાદમાં દુષ્કર્મની ફરિયાદના કોલ શરુ થયા હતા અને ભાલાળાએ પોલીસ સાથે સેટલમેન્ટના નામે બેઠક કરી અને રૂપિયા પડાવ્યા હતા,ભાલાળાએ સમાજસેવાા નામે અનેક લોકો સાથે રૂપિયા લઈ લીધા હોવાની પણ વાત સામે આવી છે.
આ સમગ્ર ઘટનામાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વેપારી પાસે પહેલા 25 લાખની માંગણી કરવામાં આવી હતી તો સેટલમેન્ટ કરી 14 લાખ રૂપિયા તો પડાવી લીધા હતા,હનીટ્રેપમાં ફસાવનાર દિવ્યા ભાલાળા સાથે જ કામ કરતી અને વરાછા પોલીસે પ્રવીણ અને દિવ્યા સામે નોંધી ફરિયાદ.મળતી માહિતી પ્રમાણે, 2014-15માં લેસ પટ્ટીના વેપારી સામાજિક આગેવાન પ્રવીણ ભાલાળાના સંપર્કમાં આવ્યો હતો. લેસ પટ્ટી એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રવીણ ભાલાળાને નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો વેપારી તેના સંપર્કમાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં સમાજસેવક પ્રવીણ ભાલાળા પરિવાર સાથે ફરાર થઈ ગયો છે,છેતરપિંડીના 6.16 કરોડમાંથી 15 લાખ પ્રવીણને મળ્યા હોવાની વાત સામે આવી છે,તો બીજી તરફ ઓરિસ્સા પોલીસ દ્વારા કોર્ટમાં પાંચ આરોપીને રજૂ કરવામાં આવ્યા છે,તો પકડાયેલા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે આરિસ્સા પોલીસે સુરત સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો.વૃદ્ધે ઓરિસ્સા કટક CID સાયબર ક્રાઈમ બ્રાન્ચને કરી હતી ફરિયાદ.સુરતમાં સમાજસેવક પ્રવીણ ભાલાળા ઠગબાજ નીકળ્યો છે અને અન્ય 4 લોકોએ ભેગા મળીને વૃદ્ધો સાથે રૂપિયા 6.16 કરોડની ચિટીંગ કરી હોવાની વાત સામે આવી છે.
લેસના વેપારી પાસેથી રૂ.14 લાખ પડાવી લેવાના પ્રકરણમાં 10 વર્ષ બાદ નોંધાયેલા ગુનામાં ઝડપાયેલી મહિલા દિવ્યા ઉર્ફે દક્ષાની પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બનાવ વખતે તે અપરણિત હતી અને બેંકમાં લોન વિભાગમાં કામ કરતી હતી.તે સમયે તેના પિતાને કેન્સર આખરી સ્ટેજમાં હોય પૈસાની સખત જરૂર હતી.તે સમયે તે પ્રવિણ ભાલાળાના સંપર્કમાં આવી હતી.પ્રવિણે તેને પિતાની કેન્સરની સારવાર માટે પૈસાની વ્યવસ્થા કરવાના બહાને ભેરવી હતી.દિવ્યાએ બાદમાં વર્ષ 2019 માં લગ્ન કર્યા હતા અને હાલ તે પતિ સાથે સુરતમાં જ રહે છે.