રાજકોટ, ગ્રામ્ય, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૩૭૧ વાહન ડીટેઇન કરાયા

કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૩ મે સુધી લંબાવવામાં આવ્યા બાદ લોક ડાઉનનો ભંગ કરી રાજકોટ, રૂરલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અને બોટાદ પોલીસે લોક ડાઉનનો કડક રીતે અમલ કરાવવા ૬૭૯ શખ્સોને વિના કારણે આટા ફેરા કરતા પોલીસે ધરપકડ કરી છે. ૩૭૧ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ શહેરના રામનાથ, માલવીયા ચોક અને સોની બજાર પાસેથી ૪ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. સંત કબીર રોડ, પટેલ ચોક, ભગવતીપરા, નવાગામ, ફોર્જીગ ફોર્જ, ડી માર્ટ, સેટેલાઇટ ચોક, રાધામીરા, લાખેશ્ર્વર સોસાયટી, મધુવન સોસાયટી, પેડક રોડ, ફિલ્ડ માર્શલ, ગ્રીનલેન્ડ ચોકડી અને કારડીયા ચોક પાસેથી ૩૦ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. સંત કબીર રોડ, દુધ સાગર રોડ, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી, ગોકુલનગર આવાસ યોજના, રૂ ખડીયા પરા, ચુનારાવાડ અને આજી નદી પાસેથી ૮ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. દેવપરા અને લોટસ હોસ્પિટલ પાસેથી ૩ શખ્સોને ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. દિવેલીયાપરા, રંગીલા સોસાયટી, નવાગામ દેવનગર, સાત હનુમાન મંદિર, કુવાડવા, સોખડા ચોકડી, માલીયાસણ, ગવરીદડ, બેડી અને બામણબોર પાસેથી ૭૬ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. શિતળા ધાર અને પીરવાડી પાસેથી ૪ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. આનંદ બંગલા ચોક, મવડી ચોકડી, ત્રિશુલ ચોક, લક્ષ્મીનગર, નવલનગર, માયાણી ચોક, અતિથી ચોક, બેકબોન ચોક, સ્વામીનારાયણ ચોક, ગૌતમનગર અને અંબાજી કડવા પ્લોટ પાસેથી ૨૧ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. એસ.કે.ચોક, જીવંતીકાનગર, ગાંધીગ્રામ, નાણાવટી ચોક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, કનૈયા ચોક અને કષ્ટભજન સોસાયટી પાસેથી ૧૩ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. શિતલ પાર્ક ચોકડી, બાપા સિતારામ ચોક, અયોધ્યા ચોક, ગોપાલ ચોક, મુંઝકા ચોકડી, સતાધાર પાર્ક, ઘંટેશ્ર્વર અને રૈયા ગામ પાસેથી ૧૪ શખ્સોને યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. રેલનગર, પોપટપરા અને સ્લમ કવાર્ટર મેઇન રોડ પાસેથી ૭ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. ગોર્વધન ચોક, પાટીદાર ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ અને આકાશવાણી ચોક પાસેથી ૯ શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. જુદા જુદા આઠ પોલીસ મથકના સ્ટાફે ૨૮૩ વાહન ડીટેઇન કર્યા છે.રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણીના ૨, લોધિકા ૩૪, ધોરાજીમાં ૩૪, જેતપુરમાં ૨૨, ગોંડલમાં ૬, પડધરીમાં ૫, ઉપલેટામાં ૩૩, ભાયાવદરમાં ૧૩, પાટણવાવમાં ૭, જસદણમાં ૩, ભાડલામાં ૫, વિછીંયામાં ૫, આટકોટમાં ૮ અને શાપરમાં ૧૦ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

બોટાદમાં ૫૧, દેવભૂમિ દ્વારકામાં ૧૫, ગીર સોમનાથમાં ૫૩, મોરબીમાં ૬૧, પોરબંદરમાં ૫૬ અને જૂનાગઢમાં ૧૬૦ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૩૭૧ વાહન ડીટેઇન કર્યા છે.

  • કફર્યુગ્રસ્ત જંગ્લેશ્ર્વરમાંથી નાદુરસ્ત બાળક ગોંડલ મળ્યો પતરા કુદી નાસેલા માતા-પિતાની શોધખોળ

ગોંડલ નેશનલ હાઇવે માર્કેટ યાર્ડ પાસે નાદુરસ્ત હાલતમાં રાજકોટથી આવેલ બાળક મળી આવતા પોલીસ અને સેવાભાવી ઘટના સ્થળે દોડી ગયા અને બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માર્કેટ યાર્ડ માલધારી હોટલ પાસે શાહરુખ ઇસ્માઇલભાઈ ફકીર ઉ.વ. ૧૦ શરદી, તાવ અને ઉધરસ સાથે નાદુરસ્ત હાલતમાં મળી આવતા સીટી પીએસઆઇ બી એલ ઝાલા, પરાક્રમસિંહ ઝાલા અને માનવ સેવા ટ્રષ્ટ ના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ સાહિતનાઓ દોડી ગયા હતા.

દરમ્યાન શાહરુકે પોલીસને જણાવ્યું હતું કે પોતે માતા પિતા સાથે બે દિવસ પહેલા રાજકોટ જંગલેશ્વર વિસ્તાર પાસે ફિટ કરવામાં આવેલ પતરા ટપી ટ્રકમાં બેસી ગોંડલ રેલવે સ્ટેશન આવ્યા હતા તેના પિતા દારૂ પીવાની ટેવ વાળા હોય ઢોર માર મારી કાઢી મુક્યો હતો, બાળકના જંગલેશ્વર વિસ્તારના પતરા ટપવાની વાત થી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તેને ત્વરિત સારવાર માટે રાજકોટ ખસેડયો હતો.અને ગોંડલ માં બે દિવસથી ફરી રહેલા તેના માતાપિતા ની શોધ શરૂ કરી હતી. એલસીબીના કોન્સ્ટેબલનો રિપોર્ટ નેગેટીવ

ગોંડલ શહેર તાલુકામાં લોકડાઉનનું કડક પાલન કરાવવા માટે એલસીબી ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે એલસીબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને તાવ આવતા રાજકોટ હોસ્પિટલમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોકડાઉનના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા રૂરલ ક્રાઈમ બ્રાન્ચ ટીમને ગોંડલ તૈનાત કરાઈ છે ત્યારે એલસીબીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રણવભાઇ સાવરિયાને તાવ આવી રહ્યો હોય રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે જતા તબીબો દ્વારા આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એલસીબી ટીમ માં પીઆઇ મહેન્દ્રસિંહ રાણા સહિત આશરે ૨૦ જેટલા પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા હોય જો પ્રણવભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો આખી એલસીબી ટીમને હોમ કોરન્ટાઇન કરવાની ફરજ પડશે તેવું તબીબી વર્તુળો એ જણાવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે એલસીબી ટીમ અવારનવાર જિલ્લા પોલીસ વડા ને પણ મળતી હોય તેઓને પણ કોરોના રિપોર્ટ કરવાની ફરજ પડશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.