રાજકોટ શહેર-ગ્રામ્ય, બોટાદ, ગીર સોમનાથ, દ્વારકા, મોરબી અને જૂનાગઢમાં કામ વગર રખડતા શખ્સો સામે કરાઇ કડક કાર્યવાહી
કોરોના વાયરસના ચેપને આગળ વધતો અટકાવવા કરાયેલા લોક ડાઉન જાહેરનામાનો ભંગ કરી કોઇ કામ વિના ચક્કર મારતા ૨૫૫ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં રાજકોટ શહેરના ૬૪, ગ્રામ્યના ૬૨, બોટાદમાં ૪૯, ગીર સોમનાથમાં ૨૧, દ્વારકામાં ૨૯, મોરબીમાં ૨૦ અને જૂનાગઢમાં ૧૦૦ જેટલા શખ્સોની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
ત્રિકોણ બાગ, રામનાપરા, જ્યુબીલી ચોક અને સોની બજારમાંથી સાત શખ્સો, પેડક રોડ, માલધારી મફતીયાપરા ચાર શખ્સો બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. શાક માકેર્ટ ચોક અને ચુનારાવાડમાંથી ચાર શખ્સોને થોરાળા પોલીસે ધરપકડ કરી છે., હરી ધવા રોડ, હુડકો બસ સ્ટોપ, ગાયત્રીનગર બસ સ્ટોપ અને મીલપરામાંથી છ શખ્સોને ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. હડમતીયા, બેડી, બામણબોર, કુવાડવા, નવાગામ અને આણંદપરમાંથી નવ શખ્સોને કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. લક્ષ્મીનગર, વિશ્ર્વશ્ર્વર મંદિર, શ્રીનાજી સોસાયટી, આનંદ બંગલા ચોક, ગોકુલધામ સોસાયટી અને ખોડીયારનગરમાંથી ૧૦ શખ્સોને માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. સ્લમ કવાર્ટર, પોપટપરા, રેલ નગર અને વેર હાઉસ પાસેથી ૧૩ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. રામાપીર ચોકડી પાસેથી એક શખ્સની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ પાસેથી ત્રણ શખ્સોને તાલુકા પોલીસે ધરપકડ કરી છે. વાજડી, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ અને શિતલ પાર્ક પાસેથી છ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. શહેર પોલીસે સાંજના પાંચથી સવારના સાત વાગ્યા દરમિયાન ૬૪ શખ્સોની ધરપકડ કરી છે જ્યારે દિવસ દરમિયન ડ્રોન કેમેરાની મદદી જુદા જુદા વિસ્તારમાંથી ૩૦ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણીમાંથી ચાર, લોધિકામાં આઠ, ધોરાજીમાં ૧૪, જામકંડોરણામાં ૨, જેતપુરમાં ૩, વિરપુરમાં ૩, ગોંડલમાં ૪૫, પડધરીમાં ૧૫, ભાયાવદરમાં ૧૦, પાટણવાવમાં ૬, ભાડલમાં ૪, આટકોડમાં ૪ અને શાપરમાં ૧૦ શખ્સોની ધરપકડ કરી છે. મોરબી જિલ્લા પોલીસે મોરબી શહેર, ગ્રામ્ય, માળીયા, હળવદ, ટંકારા અને વાંકાનેર વિસ્તારમાંથી ૯૬ શખ્સોની ધરપકડ કરી છે. બોટાદમાં ૪૯, ગીર સોમનાથમાં ૨૧, દેવભૂમિ દ્વારકામાં ૨૯ અને જામજોધપુરમાં ૪ શખ્સોની ધરપકડ કરી છે.
જૂનાગઢમાં લોકડાઉનમાં લટાર મારતા શખ્સો સામે કાર્યવાહી
કોરોના વાયરસની ગંભીરતા ધ્યાને નહીં લઈ અને જાહેરનામા ના છડેચોક ભંગ કરી મન પડે તે રીતે જૂનાગઢ શહેર તથા જિલ્લાભરમાં રખડવા નીકળી પડતા રખડું લોકો સામે હવે પોલીસે કમર કસી છે, અને કાયદાનો દંડો ઉગામીને, કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે શની રવી બે દિવસ દરમિયાન જિલ્લામાંથી મળી કુલ ૩૦૨ શખ્સોને પકડી પાડી, જાહેરનામાના ભંગ સહિતની વિવિધ કલમો અંતર્ગત કાર્યવાહી હાથ ધરાતા જુનાગઢ સહિત જિલ્લો ખરેખર લોક ડાઉન થયું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. જુનાગઢ વિભાગીય પોલીસ અધીક્ષક પ્રદિપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર જૂનાગઢમાં શનિવાર અને ગઈકાલે રવિવારે રાત સુધીમાં એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ ૧૧૩ શખ્સોને જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વાહનો લઈને નીકળી પડેલ લોકોના વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા.
રાજકોટમાં લોકડાઉન દરમિયાન ૯૨૩ની ધરપકડ
શહેરના ૧૦ પ્રવેશદ્વારની ચેક પોસ્ટ અને ૪૧ આંતરિક ચેક પોસ્ટ પરી ૧૫૮૭ વાહન ડીટેઇન કર્યા
રાજકોટમાં લોક ડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગ દર્શન હેઠળ શહેરના પ્રવેશ દ્વાર પર ૧૦ ચેક પોસ્ટ તૈયાર કરી છે. જ્યારે ૪૧ જેટલી આંતરિક ચેક પોસ્ટ બનાવી કામ વિના લટાર મારતા ૯૨૩ શખ્સોની ધરપકડ કરી ૧૫૮૭ વાહન ડીટેઇન કર્યા છે. લોક ડાઉન દરમિયાન ૧૨૪ પેટ્રોલિંગ પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. ૧૧૫ પોલીસ અધિકારીઓ, ૧૭૦૦ પોલીસ કર્મચારી, ૪૦૦ હોમગાર્ડ, ૨૫૦ જીઆરડી અને ૪૫૪ ટ્રાફિક બ્રિગેડ બંદોબસ્તમાં જોડાયા છે. લોક ડાઉન દરમિયાન ૨૦૦ જેટલા સંકટમાં ફસાયેલાઓને મદદરૂપ બન્યા છે. તેમજ શ્રમિક અને આર્કિ જરૂરીયાત મંદોને કીટ વિતરણ કર્યુ છે.