હૈદરાબાદની અંદરની ઘટના. ત્રણ વિધાર્થીએ મળીને સિનેમા થીયટરની અંદર રાષ્ટ્રગીતનું અપમાન કર્યું. જ્યારે સિનેમાહોલની અંદર રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે ત્રણેય દેશનાં સન્માન માટે ઊભાં ન થયાં.
હૈદરાબાદમાં રાજેન્દ્રનગર પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. ત્રણેય પર એકસાથે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલિસ સબ-ઇન્સ્પેક્ટર રિપોર્ટમાં જણાવ્યું કે, બધાં જ્યારે ઊભાં થયાં ત્યારે આ ત્રણેય આરોપી બેઠાં હતાં અને બીજાં લોકો પર હસતાં હતાં. આરોપીઑ જમ્મુ-કાશ્મીરનાં રહેવાશી છે. પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર 1971 ઍક્ટના સેક્શન 2 હેઠળ કેસનો ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પોલિસે ચાલું રાખી છે. બારામુલા સ્થળનાં રહેવાશી હતાં.