- રાજ્યમાં મોટા પાયે દારૂનો જથ્થો ઘુસાડનાર
- દુબઇ નાસી ગયેલ આરોપી વિરુદ્ધ લુક આઉટ અને ઇન્ટરપોલ રડ નોટીસ ઇસ્યુ કરાઈ’તી: યુએઈએ ડિપોર્ટ કરતાની સાથે જ કોચી એરપોર્ટ પરથી અટકાયતમાં લેવાયો
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કુખ્યાત બુટલેગર અનિલ જાટ ગેંગના સભ્ય તૌફીક નઝિર ખાનની ધરપકડ કરવામાં આવી છે. દુબઇ નાસી ગયેલ તૌફીક વિરુદ્ધ લુકઆઉટ નોટીસ અને ઇન્ટરપોલ રેડ નોટીસ ઇસ્યુ કરીને દુબઇ ખાતેથી ભારત ડિપોર્ટ કરાવીને એસએમસી દ્વારા કેરેલા ખાતેથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોટાપાયે દારૂ ઘુસાડવાના કાવતરામાં અનિલ જાટ અને તૌફીક નઝિર શામેલ હતા.
સ્ટેટ મોનીટરીંગ સેલે રાજ્યમાં અનેક ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને પકડી પાડયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશન ખાતે ગત તા.03/03/2024ના રોજ દાખલ કરાવેલ પ્રોહીબિશન ગુન્હાની તપાસ કરતા આરોપી તૌફીક, રહે.ચુર, રાજસ્થાન વાળો પાસપોર્ટના આધારે દુબઈ નાશી ગયાનું સામે આવ્યું હતું. જેને આધારે ઈમીગ્રેશન ડીપાર્ટમેન્ટ મારફતે લુક આઉટ સકર્યુલર અને ઈન્ટરપોલ દ્વારા રેડ નોટીસ ઈસ્યુ કરાવવામાં આવી હતી. જેને આધારે આરોપી દુબઈ ખાતે લોકેટ થયેલ હોવાની ઈન્ટરપોલ, ન્યુ દિલ્હીથી માહિતી મળતાં તેની પ્રોવીઝનલ એરેસ્ટ રીક્વેસ્ટ દરખાસ્ત કેન્દ્રીય ગૃહ વિભાગ ખાતે મોકલી આપવામાં આવી હતી. જેને આધારે આરોપીને યુનાઈટેડ અરબ એમીરેટ્સ(યુએઈ) દ્રારા તા.02/04/2025ના રોજ ભારત ખાતે ડિપોર્ટ કરવામાં આવ્યો છે. જેની જાણ સ્ટેટ મોનીટરીંગ સેલને કરાતા સ્ટેટ મોનીટરીંગ સેલની એક ટીમને કોચી, કેરલા ખાતે મોકલી આરોપીને કોચી ઈન્ટરનેશન એરપોર્ટ, કેરલાથી ડીટેઈન કરી પ્રોહીબિશન ગુનામાં ધોરણસર ધરપકડ કરવાની કાર્યવાહી કરાઈ હતી.
મળતી માહિતી અનુસાર રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને એસએમસીના નાયબ અધિક્ષક કે.ટી.કામરીયાના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશન ખાતે તા.03/03/2024ના રોજ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જે દરોડામાં એસએમસીએ રૂ. 37.18 લાખની કિંમતની શરાબની 18,120 બોટલ ઝડપી પાડી હતી. જે ગુનામાં દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય આરોપી તૌફીક, રહે.ચુર, રાજસ્થાન અંગે તપાસ કરતા તે ભારતીય પાસપોર્ટના આધારે વિદેશ ભાગી ગયેલ હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું હતું. જે પાસપોર્ટ નંબરની ટ્રાવેલ હિસ્ટ્રી ઈમીગ્રેશન વિભાગ પાસેથી મેળવવામાં આવી હતી. જેમાં આરોપી પાસપોર્ટ નંબર આધારે ફ્લાઈટ નં-આઈએક્સ-195 થી દુબઈ ખાતે ભાગી ગયેલ હોવાની માહિતી મળતાં, ઈમીગ્રેશન ડીપાર્ટમેન્ટ, ગૃહ મંત્રાલય મારફતે લુક આઉટ સકર્યુલર અને ઈન્ટરપોલ દ્વારા રેડ નોટીસ ઈસ્યુ કરાવવામાં આવી હતી.
આરોપી દુબઈ ખાતે લોકેટ થયેલ હોવાની ઈન્ટરપોલ, ન્યુ દિલ્હીથી માહિતી મળતાં તેની પ્રોવીઝનલ એરેસ્ટ રીક્વેસ્ટ દરખાસ્ત કેન્દ્રીય ગૃહ વિભાગ ખાતે મોકલી આપવામાં આવી હતી. જે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઈસ્યુ કરાવેલ રેડ નોટીસ અને પ્રોવીઝનલ એરેસ્ટ રીક્વેસ્ટ દરખાસ્ત આધારે આરોપી તૌફીક નઝીર ખાનને યુનાઈટેડ અરબ એમીરેટ્સ દ્વારા તા.02/04/2025ના રોજ ડિપોર્ટ કરવામાં આવ્યો છે. જે અંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન, ન્યુ દિલ્હી દ્રારા સ્ટેટ મોનીટરીંગ સેલને જાણ કરવામાં આવતાં સ્ટેટ મોનીટરીંગ સેલની એક ટીમને કોચી, કેરલા ખાતે મોકલી આપી હતી. જે ટીમ દ્રારા આરોપીને કોચી ઈન્ટરનેશન એરપોર્ટ, કેરલાથી ડીટેઈન કરી સ્ટેટ મોનીટરીંગ સેલની કચેરી ખાતે લાગી ગુનામાં ધોરણસર ધરપકડ કરવાની કાર્યવાહી કરાઇ હતી.
રાજસ્થાનમાં મર્ડર, ખંડણી, આર્મ્સ એક્ટ, સરકારી કર્મચારી પર હુમલો, આબકારી અધિનિયમ તથા શરીર સબંધી અન્ય ગુનાઓ આચરનાર મોટો ગેંગસ્ટર અને રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાત રાજ્યમાં સપ્લાય કરનાર હિસ્ટ્રીશીટર અને બુટલેગર અનિલ ઉર્ફે અનિલ પાંડયા જગદીશપ્રસાદ જાટ (રહે.રૂપનગર, ફતેહપુર, સીકર, રાજસ્થાન) જેની વિરૂધ્ધ રાજસ્થાન રાજ્યમાં વિવિધ હેડ હેઠળના કુલ-39 થી વધુ ગુનાઓ અને ગુજરાત રાજ્યમાં પ્રોહીબીશન ધારા હેઠળના 10 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. તેની ગેંગનો આરોપી તૌફીક નઝીર ખાન સભ્ય છે અને ગેંગસ્ટર અનિલ પંડ્યા આરોપી તૌફિક નઝીર ખાન મારફતે હાલમાં સક્રિયપણે ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં દારૂના જથ્થાની સપ્લાય કરી તેમાંથી આર્થિક ફાયદો મેળવી રહ્યો છે. આરોપી ગુજરાત રાજ્યના અન્ય ગુનાઓમાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતો-ફરતો હતો.