ભ્રષ્ટાચારના આરોપ હેઠળ પદભ્રષ્ટ કરવામાં આવેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ પાકિસ્તાની કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું છે. આ વોરંટ પનામા પેપર કેસમાં નિકળ્યું છે. શરીફ હાલમાં લંડનમાં છે. જ્યાં તેમની પત્ની કલ્સુમની કેન્સર ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જ્યારથી શરીફ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત પૂરવાર થયા છે ત્યારથી તેઓ પાકિસ્તાન પાછા નથી ફર્યા. કોર્ટે ભ્રષ્ટાચારના બે કેસમાં પૂર્વ પીએમ વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યા છે. તથા કેસની સુનવણી ત્રણ નવેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે. ગત જુલાઇ મહિનાના અંતમાં સુપ્રીમ કોર્ટે શરીફને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ દોષિત ઠેરવી પદભ્રષ્ટ કર્યા હતા. પાકિસ્તાનના ૭૦ વર્ષના ઇતિહાસમાં ૧૫મી વખત આવું બન્યું કે, કોઇ વડાપ્રધાન પોતાની ટર્મ પૂર્ણ ન કરી શક્યા હોય.
નવાઝ શરિફ સામે નિકળ્યું ધરપકડ વોરંટ…
Previous Articleકચ્છનાં રણમાં પ્રથમ વખત મળ્યા ઇક્થિઓસૉરના અશ્મિ
Next Article ‘સ્વચ્છ પાકિસ્તાન’નું ભારણ છે આ બાળકીના ખભે..