જો સુપરવાઈઝરની અટકાયત નહીં કરાય તો કલેકટર ઓફિસે ઉપવાસ આંદોલન પર બેસી જવાની ચીમકી
સુરેન્દ્રનગર જિલ્લામાં નગર પાલિકાના વહીવટ ખાડે ગયો હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યો છે તેવા સંજોગોમાં નગરપાલિકામાં રાજકીય ઓથ હેઠળ અનેક વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ બેફામ બન્યા હોય તેવી રાવ ફરિયાદ ઉઠી પામી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં ફરજ બજાવતી મહિલા સાથે છેડતી થઈ હોવાની પોલીસ ફરિયાદ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે.
મહિલા વશમાં ન થતા સુપરવાઇઝર ચેતન ધનજીભાઇ ઝાલાએ મહિલાની છેડતી કરી હતી.ત્યાર ને બાદ મહિલાના પતિને જાણ કરતાની સાથે તે જ આ શખ્સ મહિલાના પતિને પણ ગાળો આપી અને નોકરીમાં છુટા કરાવી દીધા હતા. આમ મહિલા સાથે સતત અઘટીતની ઘટના બનતા છેવટે કંટાળીને મહિલાએ સબ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચેતન ધનજીભાઇ ઝાલા સામે છેડતીની પોલીસ ફરીયાદ નોંધાવી છે.
ત્યારે છેડતીનો ગુનો દાખલ થયા બાદ પણ હજુ સુધી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ મામલે કોઇપણ જાતની તપાસ કરવામાં ન આવી હોવાની ફરિયાદ પણ ઉઠી છે ત્યારે ખુદ જિલ્લાના વહીવટી કરતાં જ આવા લોકોને સાચવતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ક્યારે ગુનો દાખલ કરવામાં આવ્યા હોવા છતાં પણ આ ઈસમની અટકાયત કરવામાં આવતા આ મહિલા દ્વારા કાલે ફરી એક વખત પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસના પીએસઆઇ ને આ બાબતે રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આ છેડતી કરનાર ઈસમને ઝડપી લેવા માટેની રજૂઆત કરવામાં આવી છે આગામી દિવસોમાં જ આ ઈસમની અટકાયત કરવામાં નહીં આવે તો ખૂદ આ મહિલા કે જે છેડતીનો ભોગ બની છે ત્યારે જિલ્લા કલેકટર ઓફિસ બહાર ઉપવાસ આંદોલન ઉપર ઉતરશે તેવી લેખિતમાં બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ ને રજૂઆત કરવામાં આવી છે અને ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ત્યારે નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આવું ઈચ્છી રહ્યા નથી અને નગરપાલિકામાં ફરજ બજાવતા સુપરવાઇઝરને હજુ સુધી કામ ઉપરથી પણ હટાવી શક્યા ન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવનાર અને મહિલા કર્મી ની છેડતી કરનાર આ સુપરવાઇઝરને નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓના જ છાવરતા હોવાની ફરિયાદ થઇ છે ત્યારે મહિલા દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે રજુઆત કરવામાં આવતા બપોરે એકાદ વાગ્યાના અરસામાં નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સુરેન્દ્રનગર પોલીસ વડાની તાત્કાલિક મુલાકાતે પહોંચી અને ભીનું સંકેલવા માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા.