- પ્રાગડાએ રૂ. 5.53 લાખ નહી આપી તેમજ વિશાલ જાડેજાએ 20 લાખ રૂપિયાની બળજબરીપૂર્વક ઉઘરાણી કરતા ચાર સભ્યોએ ધારાગઢ ગામે જઈ કર્યો’તો આપઘાત
શહેરના માધવબાગ ખાતે રહેનારા આહીર પરિવારના ચાર જેટલા સભ્યો દ્વારા બુધવારના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ફાટક પાસે ઝેરી દવા પી સામુહિક આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે મૃતક અશોક આહીરના નાનાભાઈ 41 વર્ષીય વિનુ આહીર દ્વારા ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે વિશાલ જાડેજા તેમજ વિશાલ પ્રાગડા નામના વ્યક્તિઓ વિરુદ્ધ બીએનએસની કલમ 108, 115(2), 308(5), 54 મુજબ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિશાલ દરબાર દ્વારા અશોક આહિર પાસેથી 20 લાખ રૂપિયા લેણા નીકળે છે તે પ્રકારનું બળજબરી પૂર્વક ડરાવી ધમકાવીને માર મારીને લખાણ લખાવી લેવામાં આવ્યું હતું.
જે બાબતે વિશાલ દરબાર દ્વારા પઠાણી ઉઘરાણી પણ કરવામાં આવતી હતી. તેમજ વિશાલ પ્રાગડા નામના વ્યક્તિ પાસેથી મૃતક અશોક આહીરને 5,53,000 રૂ. લેણાના નીકળતા હતા જે છેલ્લા ચાર મહિનાથી વિશાલ પ્રાગડા દ્વારા આપવામાં નહોતા આવતા. આમ વિશાલ પ્રાગડા પૈસા નહીં આપીને અશોક આહીરને હેરાન પરેશાન કરીને મરવા માટે મજબૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ભાણવડ પોલીસ દ્વારા મૃતકો પાસે રહેલી સુસાઈડ નોટ તેમજ મોબાઇલ ફોન સહિતની વસ્તુઓ કબજે કરી છે. તેમજ આરોપીઓની શોધખોળ શરૂ